ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ: અમિત શાહ
ભાજપ અને ટીએમસીની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સીબીઆઇ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે આવ્યા બાદથી ભાજપ અને ટીએમસીની વચ્ચે નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. જ્યાં મમતા બેનર્જી કેન્દ્ર સરકારને સરમુખત્યાર ગણાવી રહી છે. બીજી તરફ ભાજપ મમતા બેનર્જીને બંગાળમાં
નવી દિલ્હી : ભાજપ અને ટીએમસીની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સીબીઆઇ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે આવ્યા બાદથી ભાજપ અને ટીએમસીની વચ્ચે નિવેદનબાજી ચાલુ થઇ ચુકી છે. જ્યાં મમતા બેનર્જી કેન્દ્ર સરકારને સરમુખત્યાર ગણાવી રહી છે. બીજી તરફ ભાજપ મમતા બેનર્જીને બંગાળમાં
મહારાજાગંજ : ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે, ભાજપ અયોધ્યામાં રામજન્મ ભુમિ પર ઝડપથી શ્રીરામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છે. શાહે સાથે જ સપા-બસપા અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, માયાવતી, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી રામ જન્મભુમિ પર પોતાનું વલણ દેશની જનતા સામે સ્પષ્ટ કરે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ, સપા, બસપા સ્પષ્ટતા કરે કે તેઓ તે જ સ્થાન પર રામ મંદિર બનાવવાનાં પક્ષમાં છે કે નહી. તે લોકો હાં બોલે કે ના ભાજપ ત્યાં રામ મંદિર બનાવીને જ રહેશે.
ભાજપ અધ્યક્ષ અહીં ગોરખપુર ક્ષેત્રનાં બુથ અધ્યક્ષો અને કાર્યકર્તાઓનાં સમ્મેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વિરોધી દળોનાં ગઠબંધન અંગે જણાવ્યું કે, ગઠબંધનથી જરા પણ ચિંતિત થવાની જરૂર નથી. ઉત્તરપ્રદેશનું પરિણામ દીવાર પર લખેલુ દેએખાઇ રહ્યું છે કે આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં 73થી74 સીટો રહેશે. ઉત્તરપ્રદેશની જનતા ગઠબંધનને સાફ કરી દેશે.
શાહે કહ્યું કે, વર્ષોથી દેશનાં પછાત, અતિપછાત અને ઓબીસી સતત સંવૈધાનિક માન્યતાઓ માટે સંઘર્ષ કરી રહ્યા પરંતુ કોંગ્રેસ, સપા અને બસપા રાજનીતિ કરતા રહ્યા. ભાજપે આ પછાત અને અતિપછાત સમાજનાં બોર્ડને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે, સપા-બસપાની સરકારમાં નિજામ રાજ હતું. નસીમુદ્દીન ભાઇ હતા, ઇમરાન ભાઇ, અફઝલ ભાઇ, આઝમખાન અને મુખ્તારભાઇ હતા. ભાજપે આ નિઝામોને ઉખાડી ફેંકવાનું કામ કર્યું.
શાહે કહ્યું કે, સપા-બસપાની સરકાર હતી તો અહીં નિઝામ ચાલતા હતા, તેમણે મળીને આતંકવાદીઓ માટે કોરિડોર બનાવ્યો હતો. જો કે યોગી સરકાર આવતા જ તેમણે આ કોરિડોરનો નષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ જીની સરકાર બન્યા બાદ માફિયા અહીંથી પલાયન થઇ રહ્યા છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, અમે ત્રિપલ તલાક પર કાયદો લઇને આવ્યા પરંતુ કોંગ્રેસ લઘુમતી અધિવેશનમાં મહિલા કોંગ્રેસની અધ્યક્ષે કહ્યું કે, અમે આવીશું તો ત્રિપલ તલાક પરત ખેંચીશું. આ દેશ આ પ્રકારે નહી ચાલે. દરેક મહિલાને પોતાનાં સન્માનનો અધિકાર છે. ઘુસણખોરીના મુદ્દે તેમણે કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અસમથી ગુજરાત સુધી, ઉત્તરપ્રદેશથી ઉતરાખંડ સુધી એક એક ઘુસણખોરને પકડી પકડીને કાઢવાનું કામ ભાજપ સરકાર કરશે.
શાહે કહ્યું કે, દેશની અંદર ઘુસણખોરોને હટાવવાનું કામ મોદી સરકાર શરૂઆતથી જ કરી રહી છે તો કોંગ્રેસ, સપા અને બસપા તમામ લોકો વિરોધમાં આવી ગયા. તેમણે કહ્યું કે, ઘુસણખોરો ફઇ-ભત્રીજાની વોટબેંક છે. પરંતુ અમારા માટે દેશની સુરક્ષા સૌથી મહત્વની છે નહી કે વોટબેંક.