નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કહ્યું કે, ભલે પાર્ટીએ હાલમાં જ લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય પરંતુ હાલ શીખર પર પહોંચવાનું બાકી છે. તેમણે પાર્ટી નેતાઓ સાથે સંગઠનનાં નવા ક્ષેત્રોમાં વિસ્તાર કરવા તથા નવા લોકોને પાર્ટી સાથે જોડવા માટે પણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: PM મોદીએ શી જિનપિંગને આપી જન્મદિવસની શુભકામના, મળીને આગળ વધીશું
હાલ શીખર પર પહોંચવું બાકી, કેરળ, પશ્ચિમ બંગાળ છે આગામી પડાવ અમિત શાહ પાર્ટીનાં રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના સંગઠનમાં મહત્વપુર્ણ પ્રતિનિધિઓ સાથે બેઠક અધ્યક્ષતા કરતા શાહે કહ્યું કે, કેરળ અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં સરકાર બનાવવા અંગે પાર્ટી નવી ઉંચાઇઓ પર પહોંચશે. 


VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો
RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !
શાહ પાર્ટીનાં સભ્યપદ અભિયાનને અંતિમ સ્વરૂપ આપ્યું
ભાજપ મહાસચિવ ભુપેન્દ્ર યાદવે પત્રકારોને જણાવ્યું કે, શાહે પાર્ટીનાં સભ્ય અભિયાનને પણ અંતિમ સ્વરૂપ આપ્યું. ઝડપથી અભિયાનની શરૂઆત થશે અને તેનું લક્ષ્ય સભ્યપદમાં 20 ટકાનો વધારો રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણ અભિયાનનાં પ્રભારી હશે. આગામી થોડા દિવસોમાં આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે અને આ પ્રક્રિયા બાદ પાર્ટીની સંગઠનીક ચૂંટણી થશે. દુષ્યંત ગૌતમ, સુરેશ પુજારી, અરૂણ ચતુર્વેદી અને શોભા સુરેન્દ્રન અભિયાનનાં સહ પ્રભારી હશે. 


ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો
સાંગઠનિક ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુધી શાહ પાર્ટી અધ્યક્ષ બનેલા રહેશે.
પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, સંગઠનિક ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુધી શાહ પાર્ટી અધ્યક્ષ રહેશે. શાહે કહ્યું કે, ભાજપ છેલ્લા પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળ, ઓિસ્સા અને તેલંગાણા જેવા રાજ્યોમાં મજબુત થઇ છે. સાથે જ ગત્ત લોકસભા ચૂંટણીમાં જ્યાં પાર્ટીએ સારુ પ્રદર્શન કર્યું હતું, ત્યાં પણ વર્ચસ્વ જળવાયેલું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે પાર્ટી આગામી વર્ષોમાં નવા રાજ્યોમાં વિસ્તાર કરશે.


ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
તેમણે કહ્યું કે, ભાજપે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં મોટી સફળતા પ્રાપ્ત કરી જ્યારે આ બંન્ને સ્થળો પર પાર્ટી પહેલા હાશીયા પર હતી. જો કે દક્ષિણના ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ જીતી શકી નહોતી. પાર્ટીને ત્યાં પોતાનો વિસ્તાર કરવાનો છે અને સમાજનાં નવા જુથને જોડવા પડશે. યાદવે કહ્યું કે, હાલમાં ભાજપનાં 11 કરોડ સભ્યો છે અને તેમાં 20 ટકા વૃદ્ધીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.