ધનબાદ/જમશેદપુર: ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે અહીં દાવો કર્યો કે લોકસભા ચૂંટણીની લડાઈ "કોંગ્રેસના થ્રીજી અને ભાજપના થ્રીજી" વચ્ચે છે. જ્યાં કોંગ્રેસના થ્રીજી ગાંધી પરિવાર છે અને ભાજપના થ્રીજી છે ગામ, ગૌમાતા અને ગંગા. તેમણે અહીં ચૂંટણી રેલીઓને સંબોધતા કહ્યું કે ગરીબોની સ્થિતિ સુધારવા માટે જે કામ કોંગ્રેસ સરકારો 55 વર્ષોમાં ન કરી શકી તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ફક્ત પાંચ વર્ષમાં કરી બતાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ AAP પર સાધ્યું નિશાન, જે' દેશ બદલવા આવ્યાં હતાં તે પોતે બદલાઈ ગયા'


'યોગ્ય થ્રીજી પસંદ કરો'
તેમણે કહ્યું કે, 'કોંગ્રેસના થ્રીજી સોનિયા(ગાંધી), રાહુલ (ગાંધી) અને પ્રિયંકા (ગાંધી) છે' અને 'ભાજપના થ્રીજી ગામ, ગૌમાતા અને ગંગા છે.'  શાહે લોકોને યોગ્ય થ્રીજીની પસંદગી કરવાનું કહ્યું. શાહે ઘૂસણખોરોને 'ઉધઈ' ગણાવતા કહ્યું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને કોલકાતાથી લઈને કચ્છ સુધી તેઓ ઘૂસણખોરોની ઓળખ કરી લેશે અને તેમને દેશમાંથી બહાર કાઢીને રહેશે.  


રેલી ગમે તે પક્ષની હોય પરંતુ ચિક્કાર ભીડ તો આ ગામમાંથી જ જાય છે... જાણો શું છે આ મામલો


'55 વર્ષો સુધી કોંગ્રેસે ગરીબોને ફક્ત નારા આપ્યાં'
ધનબાદથી ભાજપના ઉમેદવાર પીએન સિંહના પક્ષમાં આયોજિત કરાયેલી ચૂંટણી રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે 55 વર્ષો સુધી કોંગ્રેસે ગરીબોને ફક્ત નારા આપ્યાં અને તેમની ગરીબી દૂર કરવા માટે કશું કર્યું નહીં. હાલાત એટલા ખરાબ હતાં કે કોઈને પણ ગંભીર બીમીરા થતી તો તેઓ હોસ્પિટલની સારવારનો ખર્ચ સાંભળીને સારવાર વગર જ ઘરે પાછા આવી જતા હતાં અને મજબુરીમાં અનેકવાર મોતની રાહ જોતા બેસતા હતાં. પરંતુ આજે આયુષ્યમાન ભારત યોજનાના કારણે દરેક ગરીબને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા અપાઈ છે. 


મમતા બેનર્જીએ પાછું PM મોદી પર સાધ્યું નિશાન, આ વખતે તો કરી નાખી બહુ મોટી વાત


શાહે કહ્યું કે મોદી સરકારે લોકોના કલ્યાણ માટે તમામ કામ કર્યાં જેમાં ઘરે ઘરે શૌચાલય બનાવવા, ગરીબો માટે પાક્કા મકાન બનાવવા, ગરીબોને ગેસ સિલિન્ડર આપવા, ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપવું વગેરે સામેલ છે. 


'મોદી દિવસમાં 18-18 કલાક કામ કરે છે'
તેમણે કહ્યું કે, 'જ્યાં મોદી દિવસમાં 18-18 કલાક કામ કરે છે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે જુઓ ત્યારે રજાઓ ગાળવા વિદેશમાં જતા રહે છે અને તેમના માતા પુત્રને લઈને ચિંતામાં પડી જાય છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...