નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે આજે ચેન્નાઈમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર પુસ્તક વિમોચન કર્યું. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મોદીજીએ જમ્મુ અને કાશ્મીરને કલમ 370થી મુક્ત કરી દીધુ. હવે મને વિશ્વાસ છે કે રાજ્યમાંથી આતંકવાદ પણ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કલમ 370 હટ્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુસ્તકનું વિમોચન કર્યાં બાદ ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 નાબુદી પર કહ્યું કે ગૃહ મંત્રી તરીકે મારા મનમાં જરાય સંકોત ન હતો કે શું થશે. કારણ કે તેનાથી કાશ્મીરનો વિકાસ થશે. પરંતુ એ ડર જરૂર હતો કે રાજ્યસભામાં શું થશે. વેંકૈયાજીના કારણે જ બધાએ તેનુ સમર્થન કર્યું. મને વિશ્વાસ છે કે હવે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાતમો થશે. 


જુઓ LIVE TV


રજનીકાંતે PM મોદી અને અમિત શાહને 'કૃષ્ણ-અર્જૂન' ગણાવ્યાં, કલમ 370 પર આપ્યું મોટું નિવેદન


સુપરસ્ટાર રજનીકાંતે પણ ચેન્નાઈમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સરકારનો નિર્ણય સારો છે. આ માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન. રજનીકાંતે વધુમાં કહ્યું કે પીએમ મોદી અને શાહ કૃષ્ણ-અર્જૂન જેવા છે.