Amit Shah`s Security Breach: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, TRS નેતાએ કાફલા આગળ ઊભી રાખી દીધી કાર
Amit Shah`s Hyderabad Visit: તેલંગણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂકનો ગંભીર મામલો સામે આવ્યો છે. TRS નેતા શ્રીનિવાસે અમિત શાહના કાફલા આગળ પોતાની કાર રોકી. સુરક્ષાકર્મીઓએ જબરદસ્તીથી TRS નેતા શ્રીનિવાસની કારને હટાવી. જો કે હવે TRS નેતાનું કહેવું છે કે તેઓ તણાવમાં હતા.
Amit Shah's Hyderabad Visit: તેલંગણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂકનો ગંભીર મામલો સામે આવ્યો છે. TRS નેતા શ્રીનિવાસે અમિત શાહના કાફલા આગળ પોતાની કાર રોકી. સુરક્ષાકર્મીઓએ જબરદસ્તીથી TRS નેતા શ્રીનિવાસની કારને હટાવી. જો કે હવે TRS નેતાનું કહેવું છે કે તેઓ તણાવમાં હતા. કાર કાફલા આગળ અટકી ગઈ હતી. પોલીસકર્મીઓએ ટીઆરએસ નેતા શ્રીનિવાસની અટકાયત કરી છે.
અમિત શાહના કાફલા આગળ ઊભી રાખી કાર
એવું કહેવાય છે કે ટીઆરએસ નેતા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલા સામે કાર ઊભી રાખી દીધી હતી. જો કે બાદમાં સુરક્ષાકર્મીઓએ તેમને અને તેમની કારને જબરદસ્તીથી ગૃહમંત્રી અમિત શાહના કાફલાના રસ્તેથી હટાવી દીધી.
TRS નેતાએ આપ્યું આ કારણ
ટીઆરએસ નેતા શ્રીનિવાસે કહ્યું કે કાર આમ જ ઊભી રહી ગઈ. હું તણાવમાં હતો. હું પોલીસ અધિકારી સાથે વાત કરીશ. તેમણે કારમાં તોડફોડ કરી. હું જઈશ, આ બિનજરૂરી તણાવ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube