પલામુ: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીડી રામના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલામુમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દેશની સામે બે વિકલ્પ છે. એક બાજુ પ્રમાણિક મોદી અને બીજી બાજુ સત્તાના સ્વાર્થ માટે ભેગા થયેલા લોકોનું ટોળું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન: શત્રુઘ્ન સિન્હા


ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે વાયુસેનાના રણબાંકુરોએ પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો તો બે જગ્યાએ માતમ છવાયો. એક તો પાકિસ્તાનમાં અને બીજો રાહુલ ગાંધી, લાલુ યાદવ અને રાબડી દેવીના ઘરોમાં. તેમના ચહેરાના નૂર ગાયબ થઈ ગયાં. એવું લાગે છે કોઈ કાકા કે મામાનો ભાઈ મરી ગયો હતો. 


અમિત શાહે કહ્યું કે, 'કોંગ્રેસવાળા, આરજેડીવાળા, હેમંતજી આતંકીઓ સાથે તમારે ઈલુ ઈલુ કરવું હોય તો કરો પરંતુ અમે તો ભાજપવાળા છીએ. પાકિસ્તાનથી ગોળી આવશે તો અહીંથી ગોળો જશે. અમે દેશની સુરક્ષા સાથે રમત કરી શકીએ નહીં. રાહુલબાબા કાન ખોલીને સાંભળી લો... મોદી ફરીથી પીએમ બનવાના છે. કાશ્મીરને હિન્દુસ્તાનથી કોઈ અલગ કરી શકે નહીં. કોંગ્રેસની ઈચ્છા જે પણ હોય, કોઈ છીનવી નહીં શકે. અમે કલમ 370 હટાવીને રહીશું.'


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...