હૈદરાબાદ : હૈદરાબાદમાં આયોજીત એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અમારી પાસે છેલ્લા સાડા ચાર વર્ષનો હિસાબ માંગી રહ્યા છે. હું તમને જણાવવા માંગીશ કે અમે તેમને હિસાબ નહી આપીએ, કારણ કે તેમને હિસાબ માંગવાનો અધિકાર નથી. તમારી ચાર પેઢીએ શાસન કર્યું, પરંતુ ગરીબોનું ભલુ નથી કરવામાં આવ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યું કે, એક તરફ વડાપ્રધાન મોદી મેક ઇન ઇન્ડિયા કરી રહ્યા છે, બીજી તરફ મહાગઠબંધન બ્રેક ઇન ઇન્ડિયા કરી રહ્યા છે. હૈદરાબાદમાં ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM)ના વિજય લક્ષ્ય 2019 કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષે ચંદ્રશેખર રાવને નિશાન પર લીધા. શાહે કહ્યું કે, ચંદ્રશેખર રાવ અસદુદ્દીન ઓવૈસીથી ડરે છે. એટલા માટે 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ લિબરેશન ડે મનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે દિવસે હૈદરાબાદ પ્રાંત સ્વતંત્ર ભારતમાં વિલય થયો હતો તે દિવસે હૈદરાબાદ લિબરેશન ડે સ્વરૂપે મનાવવામાં આવે છે. 



પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, ભારત માટે તેલંગાણાના લોકોએ જીવની આહુતી આપી, જો કે ચંદ્રશેખર સરકારે તે દિવસને મનાવવાનું છોડી દીધું છે. તેમણે કહ્યું કે, 2019નું પરિણામ હજી પણ નિશ્ચિત છે. નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. 

પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, આ ભારતીય જનતા પાર્ટીનું સૌભાગ્ય છે કે રાષ્ટ્ર અને વિચારધારાને સમર્પિત એવી યુવા શક્તિ અમારી પાસે છે. તેમણે યુવા મોર્ચાના કાર્યકર્તાઓને આહ્વાહીત કર્યા કે તેઓ મોદી સરકારની લોક કલ્યાણકારી નીતિઓને ઘર-ઘર સુધી પહોંચાડે અને એક એવા પ્રચંડ વિજયનો પાયો નાખે જેનાથી પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરનારા તમાન વિપક્ષી પાર્ટીઓને 2019 બાદ દુરબીન લઇને શોધવા પડે.