નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના પ્રવાસે છે. આજે ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સરહદથી થોડે દૂર ઝોરાવર ઓડિટોરિયમમાં યુવાનોને સંબોધન કર્યું હતું. જેમાં અમિત શાહે કહ્યુંકે, ‘જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત, હવે કોઈ પણ વિકાસને ખલેલ પહોંચાડી શકશે નહીં. શાહે એમ પણ કહ્યુંકે, અહીંનો વિકાસ કોઈ નહીં રોકી શકે, જમ્મુ-કાશ્મીર પ્રધાનમંત્રી મોદીના દિલમાં વસે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અહીં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ આજે જમ્મુ આવ્યા છે એમ કહેવા માટે કે જમ્મુના લોકોને અન્યાય કરવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે તમારી સાથે કોઈ અન્યાય કરી શકે નહીં. અહીંથી શરૂ થઈ રહેલા વિકાસના યુગને જે લોકો ખલેલ પહોંચાડી રહ્યા છે તેઓ પરેશાન છે, પરંતુ વિકાસના યુગને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.

ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યું કે એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કહેવા માટે પાંચ પરંતુ માત્ર ચાર મેડિકલ કોલેજ હતી, પરંતુ આજે અહીં સાત નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ 500 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકતા હતા, હવે લગભગ 2,000 વિદ્યાર્થીઓ અહીંથી MBBS કરી શકશે.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાલ જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે એ સમય ગાળા દરમિયાન જ ઘાટીમાં આતંકીઓ હુમલા કરી રહ્યાં છે. આંતકીઓએ જમ્મુ-કાશ્મીરના શોપિંયા અને પૂંછ સેક્ટરમાં હુમલો કર્યો છે. આતંકીઓએ સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેને પગલે ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને ભારતીય જવાનો તરફથી પણ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!


Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!


શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube