નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારનો આજે વિસ્તાર થઈ ગયો છે. નવા 43 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. આ પહેલા 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. હવે પ્રધાનંત્રીએ ખાતાઓની ફાળવણી શરૂ કરી દીધી છે. અમિત શાહને નવા બનાવેલા કો-ઓપરેશન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો ગુજરાતથી રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો કિરણ રિજિજૂને દેશના નવા કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ સંક્રમણને કારણે બીજી લહેરમાં આવેલી તબાહીને કારણે હર્ષવર્ધન પાસેથી છીનવી મનસુખ માંડવિયાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાની પાસે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો પણ પ્રભાર રહેશે. તો અશ્વિની વૈષ્ણવને દેશના નવા રેલ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય તેમની પાસે આઈટી મંત્રાલયનો પ્રભાર રહેશે. રેલ મંત્રીની જવાબદારી પીયુષ ગોયલની પાસે હતી હવે તેમને કપડા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો કપડા મંત્રાલય સંભાલી રહેલા સ્મૃતિ ઇરાની મહિલા તથા બાળ વિકાસ મંત્રી રહેશે. શિક્ષણ મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવી છે. હરદીપ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા છે. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube