નવી દિલ્હીઃ અમિત શાહે શનિવારે ગૃહમંત્રીલયનો કાર્યભાર સંભાળી લીધો છે. મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી અમિત સાહે તરત જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રાજનાથ સિંઘે પણ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર શનિવારે સંભાળી લીધો છે. તેમણે કાર્યભાર સંભાળવાની સાથે જ સેનાની ત્રણે પાંખના વડા સાથે સૌ પ્રથમ બેઠક કરી હતી. અમિત શાહની સાથે જ નવા નિમાયેલા ગૃહરાજ્ય મંત્રી જી.કે. રેડ્ડી અને નિત્યાનંદ રાયે પણ શનિવારે પદભાર સંભાળ્યો હતો.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ દેશના ગૃહમંત્રી બનનારા છઠ્ઠા ગુજરાતી નેતા છે. અમિત શાહ પહેલા ગુજરાત 5 સાંસદ ગૃહમંત્રી બની ચૂક્યા છે. સરદાર વલ્લભાઈ પટેલ દેશના સૌથી પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. ત્યાર પછી ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ, હિરુભાઈ પટેલ અને લાલકૃષ્ણ અડવાણી ગૃહમંત્રાલય સંભાળી ચુક્યા છે.


જાણો નવી સરકારનું બજેટ ક્યારે આવશે, મોદી કેબિનેટે નક્કી કરી સંસદના સત્રની તારીખો


પદભાર સંભાળ્યા પછી અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે."


મોદી મંત્રીમંડળ 2.0 : જાણો કેટલા મંત્રી કરોડપતિ છે અને કેટલાની સામે અપરાધિક કેસ છે


રાજનાથે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
રાજનાથ સિંહે શનિવારે સંરક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો હતો અને તરત જ ભારતીય સેનાની ત્રણેય પાંખવા વડા સાથે બેઠક યોજી હતી. સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રીપદ યશો નાઈક, સંરક્ષણ સચિવ સંજય મિત્રા અને મંત્રાલયના ટોચના અધિકારીઓએ રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું. પદભાર સંભાળતાની સાથે જ રાજનાથ સિંહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને નવા નિમાયેલા નૌકાદળના પ્રમુખ કરમબીર સિંહ સાથે બેઠક યોજી હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક...