નવી દિલ્હીઃ અમરાવતીમાં આયોજીત ટીડીપીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં જે વાતની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી તેવું કશું થયું નથી. ટીડીપીએ કહ્યું કે, મુદ્દાઓને લઈને તેનો કેન્દ્ર સાથે વિરોધ જારી રહેશે. જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહે કહ્યા બાદ ટીડીપી-બીજેપી ગઠબંધન પર આવેલુ સંકટ ટળી ગયું છે. બેઠક બાદ મીડિયામાં ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતા કેન્દ્રીય મંત્રી વાઇએસ ચૌધરીએ કહ્યું કે, મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ન તો શિવસેના કે નતો અમિત શાહ સાથે કોઈ વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બેઠકમાં બજેટ અને બજેટમાં આંધ્ર પ્રદેશને નજરઅંદાજ કરવામાં આવ્યું તેની ચર્ચા કરવામાં આવી, તેમણે કહ્યું કે, અમે વિકાસને લઈને કેન્દ્ર પર દબાવ બનાવીશું. આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે અમિત શાહના ફોન બાદ ચંદ્રાબાબુ નાયડુ નરમ પડી ગયા છે. સૂત્રોનું કહેવું છે કે અમિત શાહે મુખ્યપ્રધાનને સખત નિર્ણય ન લેવાની સલાહ આપી હતી. 


 




બજેટમાં નજરઅંદાજ કરવાથી હતા નારાજ
નાણાપ્રધાન અરૂણ જેટલી દ્વારા એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કર્યા બાદથી સતત ટીડીપીના નેતાઓને આંધ્રપ્રદેશની ઉપેક્ષા કરવા પર કેન્દ્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સિવાય મુખ્યપ્રધાન નાયડુએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ગઠબંધન તેમની મજબુરી નથી. નાયડુએ કેન્દ્રીય બજેટ પર કથિત અને ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રએ રાજ્યની અનદેખી કેમ કરી. તેમણે કહ્યું કે, બેંગ્લુરુ, મુંબઈ અને અમદાવાદને વિભિન્ન પરિયોજનાઓ માટે સારી રકમ ફાળવવામાં આવી છે પરંતુ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ મેટ્રો રેલ સહિત અમારી પરિયોજના પર કશું ન મળ્યું. 


 


બોલ્યા રામ માધવ
બીજેપીના મહાસચિવ રામ માધવે હાલમાં કહ્યું હતું કે, બીજેપી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીની સાથે ગઠબંધનને લઈને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ટીડીપીની સાથે બીજેપીને જુનુ ગઠબંધન છે. કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશના વિકાસને લઈને પ્રતિબદ્ધ છે. 2014માં અલગ રાજ્ય બન્યા બાદ ટીડીપી રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. પરંતુ કેન્દ્રએ તેની આ માંગ નકારી દીધી છે.