પણજી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગોવાની રાજધાની પણજીમાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગોવાની મુલાકાતે ગયેલા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવાના લોકપ્રિય નેતા મનોહર પર્રિકર સાથે ખુબ જ નીચ કક્ષાની રાજનીતિક હરકત કરી છે. બિમારી સામે લડી રહેલા નેતાને મળવાના બહાને તેમણે નીચી કક્ષાની વાતો કરી અને બિમાર વ્યક્તિનાં જીવન સાથે રમવાનો પ્રયાસ કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે ગોવાના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
અમિત શાહે મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે ડોના પાઉલામાં તેમના ઘરે શનિવારે મુલાકાત યોજી હતી. ત્યાર બાદ બંન્નેએ એક રેલીને પણ સંબોધિત કરી હતી. ગત્ત એક વર્ષથી 63 વર્ષીય પર્રિકર પોતાની બિમારીના કારણે પોતાનાં કાર્યાલય નથી જઇ શખતા. અગ્નાશયની બિમારીથી પીડિત પર્રિકરને હાલમાં જ નવી દિલ્હીની એમ્સમાંથી રજા આપવામાં આવી હતી. 

ભાજપ શાસિત રાજ્યોની યાદીમાં બંગાળ અને ઓરિસ્સા પણ જોડાઇ જશે
અમિત શાહે શનિવારે કહ્યું કે, આગામી ચૂંટણી બાદ પાર્ટીનાં શાસનવાળા રાજ્યોની યાદીમાં બંગાળ અને ઓરિસ્સાનું નામ પણ જોડાઇ જશે. શાહે અહીં બુથ સ્તરીય કાર્યકર્તાઓનાં એક સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપે પુર્વોત્તરમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરી લીધી છે. અટલ બુથ કાર્યકર્તા સમ્મેલનમાં પાર્ટીનાં આશરે 10 હજાર કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્વાસ્થય સંબંધી સમસ્યાનો સામનો કરી રહેલા ગોવાના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહ્યા હતા.