નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાગાલેન્ડની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહે પોતાના ભાષણમાં વિપક્ષી પાર્ટીઓની ઘણી ટીકા કરી છે. કોંગ્રેસના નેતા પવન ખેડાના નિવેદન પર ઝાટકણી કાઢતા શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યું છે. આ દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે પીએમ મોદી વિરુદ્ધ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની તેઓ સખત નિંદા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગાલેન્ડમાં એક રેલી દરમિયાન "કોંગ્રેસના નેતા પવન ખેડાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા બન્યા છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યું છે". જેમાં એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ નેતા પવન ખેડા અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે પીએમ મોદીના પિતાના નામની જગ્યાએ ગૌતમ અદાણીનું નામ લીધું હતું. તેમણે આ ભૂલથી આ ટિપ્પણી કરી હતી પરંતુ આ પછી પણ તેમણે ભૂલ સ્વીકારી નહીં, ઉલટું તેમણે તેના પર કટાક્ષ કર્યો અને તેમના વિશે વાત કરવાનું ચાલુ રાખ્યું.


આ પણ વાંચોઃ NITI Ayog: BVR Subrahmanyam બન્યા નીતિ આયોગના નવા CEO


શાહે તેમની રેલીમાં કહ્યું, "દેશના 80 કરોડ લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર, દેશની સુરક્ષાને પહેલા કરતા વધુ મજબૂત બનાવનાર પીએમ મોદી માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની હું સખત નિંદા કરું છું." વધુમાં કહ્યું, 'જે પ્રકારની ભાષા કોંગ્રેસના પ્રવક્તાએ મોદીજી માટે ઉપયોગ કર્યો છે, તે કોંગ્રેસના પ્રવક્તાની વાત નથી પરંતુ તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સ્વભાવને અનુરૂપ છે. તે દેશની જનતાની સામે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે.


શાહે મંચ પરથી 2019ની ચૂંટણીની યાદ અપાવી અને કહ્યું કે તે સમયે પણ પીએમ મોદી માટે અપશબ્દો બોલવામાં આવ્યા હતા, જેનું પરિણામ બધાની સામે છે. અમિત શાહે કહ્યું '2019માં પણ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરિણામે તમે જોયું કે કોંગ્રેસની વિપક્ષની સ્થિતિ પણ ખતમ થઈ ગઈ. આજે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે, તે તમને 2024નું પરિણામ જોવા મળશે, કોંગ્રેસ પાર્ટી દૂરબીનથી શોધવાથી પણ નહીં મળે.


આ પણ વાંચોઃ દિલ્હીની LNJP હોસ્પિટલનો શરમજનક વીડિયો થયો વાયરલ, જીવતી બાળકીને બોક્સમાં પુરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube