અમિત શાહ આજથી બે દિવસના કાશ્મીર પ્રવાસે, આંતરિક સુરક્ષા પર કરશે ચર્ચા
ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા માટે અમિત શાહ 26 જૂનથી જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અમિત શાહ 26 જૂનથી રાજ્યના પ્રવાસે જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ સાથે રાજ્યમાં હાલની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરશે. પહેલા માહિતી એવી હતી કે અમિત શાહ 30 જૂનના રોજ એક દિવસના ઘાટીના પ્રવાસે જશે.
શ્રીનગર: ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા માટે અમિત શાહ 26 જૂનથી જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અમિત શાહ 26 જૂનથી રાજ્યના પ્રવાસે જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ સાથે રાજ્યમાં હાલની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરશે. પહેલા માહિતી એવી હતી કે અમિત શાહ 30 જૂનના રોજ એક દિવસના ઘાટીના પ્રવાસે જશે.
આ પ્રવાસ કેન્દ્રીય બજેટ માટેના ગૃહમંત્રીના વ્યસ્ત કાર્યક્રમના કારણે હવે વહેલો થઈ રહ્યો છે. ગૃહમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને અલગથી સંબોધન પણ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ બેઠક યોજશે અને રાજ્યપાલ સાથે રાજ્યની હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે.
કાશ્મીરમાં ગૃહમંત્રીના પ્રવાસને લઈને સ્થાનિકોમાં અને ખાસ કરીને ત્યાંના રાજકીય પક્ષોમાં ખુબ આશાઓ બંધાઈ છે. રાજ્યના પીડીપીના પ્રવક્તાએ કહ્યું કે કાશ્મીરમાં અત્યાર સુધી અનેક ગૃહમંત્રીઓએ મુલાકાત કરી છે. શાહ ભારે સમર્થનથી સરકારમાં આવ્યાં છે અને તેમની પાસેથી ખુબ આશાઓ છે. તેઓ રાજ્યામાં હાલની સ્થિતિ જોઈને કોઈ આશાવાદી પગલું ભરશે. આ સાથે જ વાતચીતનો દરવાજો પણ ખુલશે જેથી કરીને કાશ્મીરની સ્થિતિમાં સુધાર થશે.
જુઓ LIVE TV