નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના લાતૂરમાં શિવસેનાનું નામ લીધા વગર ચેતવણી આપી કે જો ગઢબંધન થાય તો પાર્ટી તેના સહયોગી પક્ષોની જીત નક્કી કરશે અને જો આમ ન થાય તો પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના પૂર્વ સહયોગીઓને કારમો પરાજય આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ભાજપ કાર્યકર્તાઓને રાજ્યની 48 લોકસભા સીટોમાંથી 40 સીટો પર જીત હાસિલ કરવાનો લક્ષ્ય આપ્યા બાદ અમિત શાહે આ ટિપ્પણી કરી હતી. શાહ અને ફડણવીસે રવિવારે ઘણા જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ભાજપના અધ્યક્ષે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓએ ગઢબંધનની સંભાવનાના ભ્રમથી દૂર રહેવું જોઈએ. જો સહયોગી દળ આપણી સાથે આવે છે તો તેની જીત નક્કી કરીશું, બાકી આપણે તેને પછાડી દેશું. પાર્ટી કાર્યકર્તાઓએ દરેક બુથ પર તૈયારી કરવી જોઈએ. 


તમણે આ ચૂંટણીની તુલના પાણીપતના ત્રીજા યુદ્ધ સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠા સેનાને અફગાન શાસક અહમદ શાહ અબ્દાલીની સેનાએ હરાવી હતી. ભાજપના પ્રમુખે કહ્યું કે, તે લડાઈ બાદ દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યો હતો. આ સાથે તેમણે કહ્યું, જો આપણે આ ચૂંટણી જીતીએ તો આપણી વિચારધારા આગામી 50 વર્ષ સુધી શાસન કરશે. 


શાહે ફડણવીસના વિચારો સાથે સહમતિ વ્યક્ત કરતા કહ્યું, આપણે (મહારાષ્ટ્રમાં) 48માથી ઓછામાં ઓછી 40 સીટો પર જીતનો લક્ષ્ય રાખવો જોઈએ.