Amit Shah West Bengal Visit: મિદનાપુરમાં અમિત શાહની રેલી, ભાજપમાં જોડાયા TMC ના શુવેંદુ અધિકારી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે પશ્વિમ બંગાળના 2 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના (TMC) માં દોડાદોડી મચી ગઇ છે. ટીએમસી (TMC) ના નેતા એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. આ રજાકીય ઉથલપાથલ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
કલકત્તા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે પશ્વિમ બંગાળના 2 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના (TMC) માં દોડાદોડી મચી ગઇ છે. ટીએમસી (TMC) ના નેતા એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. આ રજાકીય ઉથલપાથલ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
મિદનાપુરની રેલીમાં ટીએમસીના બાગી નેતા શુવેંદુ અધિકારી સહિત ઘણા ટીએમસી નેતા ભાજપમાં જોડાયા છે. અમિત શાહે મિદનપુરમાં એક ખેડૂતના ઘરે ભોજન કર્યું. આ દરમિયાન તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય પણ હાજર રહ્યા હતા. અમિત શાહે મિદનાપુરમાં ખુદીરામ બોસના પરિવાર સાથે મુલાકાત કરી અને સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા પણ કરી.
અમિત શાહએ મિદનાપુરમાં રેલીમાં અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીએ ભાઇ-ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું છે. મમતા બેનર્જી માં, માટી, માનુષની પરીભાષા બદલી દીધી છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતાં આવતાં મમતા બેનર્જી એકલી રહી જશે.
અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીએ સોનાર બંગલાનું સપનું તો બતાવી દીધું, પરંતુ તેને પુરૂ ન કર્યું. તેમણે કહ્યું કે ભાજપ આ સપનાને પુરૂ કરશે. અમિત શાહે કહ્યું કે ભાજપ આ વખતે 200 સીટો જીતશે અને મમતા બેનર્જીને પશ્વિમ બંગાળના ભાજપના કાર્યકર્તા જ તેમના વિરૂદ્ધ ચૂંટણી લડશે અને તેમને હરાવશે. અમિત શાહે કહ્યું કે આવું ક્યાંક થયું નથી કે 18 મહિનામાં કોઇ પાર્ટીના 300 કાર્યકર્તા માર્યા ગયા હોય. પરંતુ પશ્વિમ બંગાળમાં આમ થયું છે. તેમછતાં અમે અડગ ઉભા છીએ ડર્યા નથી .અમિત શાહે કહ્યું કે પશ્વિમ બંગાળમાં મમતા સરકારથી લોકો નારાજ અને નાખુશ છે. એટલા માટે તે ભાજપમાં જોડાઇ રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પશ્વિમ બંગાળમાં પીએમ આવાસ તો બનેલું દેખાઇ રહ્યું છે, પરંતુ પીએમ દ્રારા ખેડૂતોને મોકલવામાં પૈસા મળી રહ્યા નથી. ગૃહમંત્રીએ કહ્યું કે જો પાર્ટીના અધ્યક્ષ પર હુમલો થાય છે તો કેન્દ્રને કાર્યવાહી કરવી પડે છે. અમિત શાહે સંઘીય માળખાના ઉલ્લંઘનના આરોપોને નકારી કાઢ્યા. અમિત શાહે કહ્યું કે જો કોઇ બીજા રાજ્યમાં કોઇ પાર્ટીના અધ્યક્ષ પર હુમલો થાય છે તો શું કરવમાં આવે છે .તેમણે કહ્યું કે કેન્દ્ર પોતાના દાયરમાં રહીને કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube