નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું પદ આ વર્ષના અંતમાં યોજાનારી ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં જ રહેશે. અમિત શાહને કેન્દ્રીય મંત્રીમંડળમાં ગૃહમંત્રી તરીકે સામેલ કર્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હવે પાર્ટીને તેનો નવો અધ્યક્ષ મળશે. જોકે, પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સુધી પાર્ટીના સંગઠનના પદો પર નવી ચૂંટણી યોજાશે નહીં ત્યાં સુધી વર્તમાન પદાધિકારીઓ પોતાના પદ પર રહેશે. આથી, હાલ તો ભાજપની કમાન અમિત શાહના હાથમાં જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની મુદ્દત આ વર્ષના અંતિમ મહિનાઓમાં પુરી થાય છે. એટલે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવશે. અત્યારે આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સત્તા છે અને અમિત શાહ ત્રણેય રાજ્યોના પ્રમુખ નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ સંબંધિત બેઠક કરી ચૂક્યા છે.


મમતા અને ડોક્ટરોનો વિવાદ વધ્યોઃ સમગ્ર દેશના જુનિયર ડોક્ટર આજે હડતાળ પર


નવા સભ્યો બનાવશે ભાજપ
ભાજપ આગામી દિવસોમાં પાર્ટીમાં નવા સભ્યો જોડવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આ કામ પાર્ટીના સંસ્થાપક સભ્ય રહેલા અને વિચારક એવા શ્યામ પ્રસાદ મુખરજીની જયંતી 6 જુલાઈના રોજથી શરૂ થઈ શકે છે. 


રાજ્યસભાની ચૂંટણી સાથે યોજવા માંગ
કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે અને તેના પર એક સાથે ચૂંટણી યોજવી જોઈએ. કારણ કે તેમને એવો અંદેશો છે કે બંને સીટો પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ તારીખે ચૂંટણી યોજાઈ શકે છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એમ પણ કહ્યું કે પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ આ સંદર્ભે બહુ જલલદી ચૂંટણી પંચને મળશે અને પોતાનો અહેવાલ આપશે


માસ્ટર પ્લાન? કોણ બનશે અધ્યક્ષ?
લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના નવા અધ્યક્ષ કોણ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઇને બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. અને ભાજપના સુવર્ણકાળ માટે કવાયતને લઇને મંથન થયું હતું. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય હોદેદારો અને સંગઠન મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને આ બેઠકમાં તૈયારીઓ પર જોર મૂકવામાં આવ્યું


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....