કોલકાતા : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. મંગળવારે પશ્ચિમ બંગાળની મુલાકાત પર પહોંચનારા અમિત શાહ અહીં ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. માલદાની આ સભા બાદ બુધવારે શાહ વીરભુમ અને ગુરૂવારે નદિયા જિલ્લામાં જનસભા કરશે. મંગળવારે માલદામાં યોજાનાર અમિત શાહની રેલીને મમતા બેનર્જી અને મહાગઠબંધનની મોર્ચાબંદી વિરુદ્ધ શક્તિ પ્રદર્શન સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે અમિત શાહની આ રેલી પહેલા તેની પરવાનગી મુદ્દે ભાજપ અને મમતા સરકારમાં ઘણા વાદ-વિવાદ થઇ ચુક્યા છે. એવામાં એવું માનવામાં આવી રહ્યા છે કે શાહની જનસભામાં તેની અસર જરૂર જોવા મળશે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપનાં આ મોટા કાર્યક્રમો માટે રાજ્ય એકમ પણ સંપુર્ણ શક્તિ સાથે તૈયારીઓ કરવા લાગ્યા છે. 

હોટલ નજીક લેન્ડ થશે શાહનું હેલિકોપ્ટર
મંગળવારે યોજાનારી આ રેલી પહેલા પશ્ચિમ બંગાળની સરકારને અમિત શાહને માલદા એરપોર્ટ પર હેલિકોપ્ટર લેન્ડિંગની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. એરપોર્ટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાની વાત કરતા માલદા જિલ્લા તંત્ર દ્વારા તેની પરવાગની નહોતી આપવામાં આવી. બીજી તરફ ભાજપે આ નિર્ણયને રાજનીતિક કાવત્રું ગણાવ્યું હતું જેના કારણે મમતા સરકારે એખ ખાનગી હોટલ નજીક હેલિકોપ્ટરને ઉતરવા માટેની પરવાનગી આપી હતી.

મમતાએ આપ્યો હતો સુરક્ષાનો હવાલો
સરકારે આ નિર્ણય બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અમે કોઇ પણ અનુમતીને આપવાની મનાઇ નહોતી કરી, પરંતુ ભાજપ અધ્યક્ષની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તેને સ્થાન બદલવા માટે કહ્યું હશે. મમતાએ કહ્યું કે, તેમને પોતાને પણ ક્યારેક ક્યારેક પોલીસનાં એવા નિર્દેશો મળે છે, પરંતુ તેઓ લોકશાહી પર ભરોસો કરે છે અને આ કારણે રેલીને પરવાનગી પણ આપી દેવામાં આવી છે. 

20 જાન્યુઆરીથી ચાલુ થવાનું હતુ અભિયાન
પશ્ચિમ બંગાળમાં શાહનું પ્રચાર અભિયાન પહેલા 20 જાન્યુઆરીથી ચાલુ થવાનું હતું, જો કે તેમને સ્વાઇન ફ્લુ થઇ જવાનાં કારણે કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ અમિત શાહને એમ્સમાંથી રજા મળ્યા બાદ 22 જાન્યુઆરીએ માલદામાં જનસભા માટે પશ્ચિમ બંગાળ સરકારને અરજી મોકલી દેવામાં આવી.