ઝી મીડિયા/બ્યૂરો :પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વર્ષે વિધાનસભા ઈલેક્શન યોજાવાને છે. તે પહેલા બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળની બે દિવસની મુસાફરી પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરના રોજ બંગાળ જશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન પાર્ટીના ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરીને રાજ્યમાં ઈલેક્શનની તૈયારીઓ પર ફીડબેક લેશે. તેમની મુલાકાત પહેલા તેમના મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકાર પાસેથી જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામદાસ આઠવલેએ નડ્ડા પર હુમલાની નિંદા કરી
બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા બાદ સહયોગી પાર્ટીઓની પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ નેતા રામદાસ આઠવલેએ કહ્યું કે, નડ્ડાજી બીજેપીના અધ્યક્ષ છે. તેમના કાફલા પર હુમલાની અમે નિંદા કરીએ છીએ. મમતાની સરકાર હવે કેટલાક મહિનાની જ સરકાર છે, બંગાળમાં બીજેપીની સરકાર આવશે. કૈલાશ વિજયવર્ગીય અને જેપી નડ્ડા પર હુમલાની તપાસ અને કડક કાર્યવાહી થવી જોઈએ. 


JDU એ બંગાળ હિંસાને પોલીસે ભૂલ બતાવી 
JDU ના પ્રવક્તા અને રાષ્ટ્રીય મહાસચિવના સી ત્યાગીએ કહ્યું કે, બીજેપી નેતાઓ પર હુમલો બંગાળ પોલીસની લાપરવાહીનું પરિણામ છે. આ સીધી રીતે જ પોલીસની ભૂલ છે. મમતા બેનરજી એક સંવિધાનિક પદ પર છે. તેઓને હુમલા માટે કોઈ પણ પ્રકારે જવાબદાર ગણવા કરતા કડક કાર્યવાહી કરવી જોઈએ.