નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ની અંદર અને તેને અડીને આવેલી સીમા પર 3 કૃષિ કાયદા (Farm Bill 2020)ના વિરોધમાં ખેડૂતો (Farmers Protest) સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) અપીલ કરી છે . તેમણે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂટોની દરેક સમસ્યા અને માંગને સાંભળવા માટે સરકાર તૈયાર છે. તેમણે કૃષિ મંત્રી દ્વારા 3 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવા માટે મોકલેલા આમંત્રણની વાત પણ પુનરાવર્તિત કરી. 


ગૃહમંત્રીએ કહ્યું કે 'પંજાબની સીમાને લઇને દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોડ પર અલગ-અલગ ખેડૂત યૂનિયનની અપીલ બાદ આજે જે ખેડૂત ભાઇ પોતાના આંદોલન કરી રહ્યા છે, તે બધાને હું કહેવા માંગુ છું કે ભારત સરકાર તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે તમારી તમામ સમસ્યાઓ અને માંગને સાંભળીશું અને તેના પર વિચાર કરીશું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube