નવી દિલ્હી : રાજ્યસભામાં આજે રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બપોરે 2 કલાકે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં પોતાના પહેલાં ભાષણથી કરી છે. આ ભાષણમાં બજેટ સહિત તમામ સરકારી નીતિઓ વિશે વાત કરવામાં આવી છે. વિપક્ષે ગયા સત્રમાં અમિત શાહનું પ્રથમ ભાષણ થવા દીધું નહોતું પરંતુ રાષ્ટ્ર્રપતિના અભિભાષણ પર ચર્ચા જરૂરી છે એવામાં અમિત શાહને પોતાની વાત રાખવાની પૂરતી તક ચોક્કસ મળશે.  પાછલા સત્રમાં અમિત શાહ GST પર બોલવા માગતા હતા પરંતુ ત્રણ તલાક બિલ પર વિપક્ષના હોબાળા અને ગતિરોધના કારણે તેમને અવસર મળ્યો નહોતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહના રાજ્યસભાના ભાષણની હાઇલાઇટ્સ


  • આખા દેશમાં એક સમાન કરની સુવિધા સ્થપાઈ ગઈ છે

  • દુનિયાનો સૌથી મોટો સુધારો હોય તો એ છે gst

  • સરકારનો સિદ્ધાંત છે કે લોકોને સારા લાગે એવા નિર્ણયો નથી લેવા પણ લોકો માટે સારા સાબિત થાય એવા પગલાં લેવા 

  • આઝાદ ભારતનું આ એક મોટું ક્રાંતિકારી પગલું છે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક પાક માટે કિંમત કરતા દોઢ ગણું વધારે સમર્થન મૂલ્ય જાહેર કર્યું છે

  • આઝાદીના 70 વર્ષમાં સમર્થન મૂલ્ય વિશે અનેક વાયદાઓ કરાયા છે

  • સાડાત્રણ કરોડ ખેડૂતોને અપાઈ ગયું છે સોઇલ હેલ્થકાર્ડ

  • દરેક ખેડૂતને હેલ્થકાર્ડ અપાયું છે જેમાં ખેડૂતને તેના જમીનની ખાસિયતો  જણાવાયા છે

  • દેશના ખેડૂતો માટે સોઇલ હેલ્થકાર્ડ ઇશ્યૂ કરાયા છે જે મહત્વની ટેકનોલોજી છે

  • જૈવિક ખેતી માટે પણ મહત્વના પગલા લેવાયા છે

  • દેશના બંધ પડેલા યુરિયા કારખાના બીજેપી સરકારે ચાલુ કરાવ્યા અને હવે દેશમાં યુરિયાની આયાત કરવાની જરૂર નથી 

  • નીમ કોટેડ યુરિયાને લીધે હવે યુરિયાનો ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ નથી થતો જેના કારણે તમામ ખેડૂતોને યુરિયા મળી રહ્યો છે

  • ખેડૂતોને આંદોલન અને સંઘર્ષ કર્યા વગર યુરિયા નહોતો મળ્યો

  • દેશમાં ખેડૂતો માટે યુરિયાનો મુદ્દો મહત્વનો છે

  • દેશમાં ઇ-મંડી યોજનાઓ હાધ ધરવામાં આવી છે

  • પહેલાં એક કરોડ ખેડૂતો એનો ફાયદો લેતા હતા, હવે પાંચેક કરોડ ખેડૂતો ફાયદો લઈ રહ્યા છે

  • આમાં દરેક ગામનો સર્વે કરાયો છે

  • આમાં વાવેતરથી માંડીને કાપણી સુધી કોઈપણ પ્રકારની સમસ્યા આવે તો ખેડૂતને વીમો મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે

  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતો માટે એક સંપૂર્ણ યોજના છે

  • દેશની નદીઓને જોડીને મોટી ઇરિગેશન યોજનાનું મહત્વ હાથ ધરવામા ંઆવ્યું છે

  • પ્રધાનમંત્રી ઇરિગેશન યોજના બહુ મહત્વની છે જેનાથી માઇક્રો ઇરિગેશનની દિશામાં કામ થવાનુ છે

  • કૃષિને પ્રોત્સાહન આપવા બીજેપી સરકારે સાડાત્રણ વર્ષમાં મજબૂત પગલાં લીધા છે

  • ગરીબી હટાવોના નારાથી સત્તામાં ઘણા આવ્યા છે પણ એનો અમલ કર્યો છે મોદી સરકારે

  • ગરીબોના વિકાસ માટે અંત્યોદયના સિદ્ધાંતનું પાલન કરાયું છે

  • ન્યૂનતમ વેતનમાં 40 ટકાનો વધારો થયો છે

  • આયુષ્યમાન ભારત યોજના છે  દેશની શાન

  • આજે ચાર લાખનો સ્ટેન્ટ મળે છે ચાલીસ હજાર રૂ.માં 

  • 13 કરોડથી વધારે ગરીબો માટે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના

  • સરકારે લોન્ચ કરી સૌભાગ્ય યોજના જેના અંતર્ગત 2022 સુધી ગરીબના ઘરમાં પહોંચશે વીજળીનું કનેક્શન 

  • વડાપ્રધાન આટલા ગામોને 18મી સદીમાંથી 21મી સદીમાં લાવ્યા છે

  • સરકારે આ ગામોમાંથી 16,000 ગામો સુધી વીજળી પહોંચાડવાનું કામ આટોપી લીધું છે

  • અમને જ્યારે શાસન મળ્યું ત્યારે 18,000 ગામોમાં વીજળીનું નામોનિશાન નહોતું

  • પકોડા બનાવવાનું મહત્વ એટલું જ છે જેટલું કોઈ સંસદમાં બેસેલી કોઈ વ્યક્તિ

  • બેરોજગારીના બદલે મહેનત કરીને પકોડાની લારી બનાવવાનો વિકલ્પ સારો 

  • મુદ્રા બેંક દ્વારા સાડા દસ કરોડ યુવાનોને લાખો લોકોની લોન 

  • આટલા વર્ષો સુધી એ થયું નહોતું

  • ઇન્દિરા ગાંધીએ પગલું લીધું હતું બેંકોનું રાષ્ટ્રીયકરણ જેનો હેતુ હતો બેંકોના દરવાજા ગરીબ માટે ખોલવા

  • બેરોજગાર યુવાનોને પગ પર ઉભા કરશે સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અને મુદ્રા બેંક

  • ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ કરતા વધારે તેમજ શહેરી વિસ્તારમાં 70 લાખ જેટલા ઘરો પુરા પાડવાના પ્રયાસ

  • દરેક પરિવારને ઘર આપવાનુ અમારું લક્ષ્ય

  • આનાથી સ્વાસ્થ્ય તો સારું થશે જ પણ મહિલાઓને સન્માન પણ મળે છે

  • જાહેરમાં શૌચની પ્રક્રિયા તોડી નાખે છે ગરીબ પરિવારની યુવતીઓનો આત્મવિશ્વાસ

  • 2022 સુધી દેશના તમામ ઘરોમાં બની જશે શૌચાલય

  • ઘણા લોકોને આ વાતની તકલીફનો ખ્યાલ જ નહીં હોય પણ આ વાત બહુ મુશ્કેલ છે

  • આવો જ એક બીજો નિર્ણય છે શૌચાલયનો નિર્માણ કરવાનો 

  • ગરીબ મહિલાના ફેફસાંમાં ધુમાડવાળી રસોઈને કારણે 400 સિગારેટ જેટલો ધુમાડો જાય છે 

  • હું ગરીબના ઘરમાં નથી જન્મ્યો પણ મેં ગરીબોના જીવનને નજીકથી જોયું છે

  • પાંચ વર્ષમાં પાંચ કરોડ મહિલાનો ગેસના સિલિન્ડર આપવાનું લક્ષ્ય, જેમાથી મોટાભાગનું કામ આટોપી લેવાયું છે

  • આપણા વડાપ્રધાને બચેલી સબસિડીમાં વધારે સરકારી પૈસા નાખીને શરૂ કરી ઉજ્જવલા યોજના

  • મોદીજીની અપીલને માન આપીને 1 કરોડ 30 લાખ લોકોએ છોડી છે ગેસની સબસિડી

  • શાસ્ત્રીજી પછી લાભ છોડવાની વાત કરવાની હિંમત પહેલીવાર કરી વડાપ્રધાન મોદીએ 

  • લાલ બહાદુર શાસ્ત્રી  જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે લોકોને એક ટંક ભોજન છોડવાનો અનુરોધ કર્યો હતો અે લોકોએ એને સન્માન આપ્યું હતું

  • યોજના શરૂ થઈ ત્યારે 77 ટકા ઝીરો  બેલેન્સ એકાઉન્ટ અને આજે ઘટીને આ આંકડો પહોંચ્યો છે 20 ટકા સુધી 

  • આજે 31 કરોડ જન ધન એકાઉન્ટમાં હજારો કરોડ રૂ. અને ગરીબ જોડાયો છે દેશના અર્થતંત્ર પાસે 

  • આજે મોટાભાગના ગરીબોના ઘરમાં એક બેંક એકાઉન્ટ

  • દાયકાઓથી 60 ટકા પરિવારોના ઘરમાં એક પણ બેંક એકાઉન્ટ નહોતું

  • રાજ્યમાં દાયકાઓથી એક જ પરિવારનું શાસન હતું

  • આ દિશામાં પહેલું મહત્વનું પગલું હતું જનધન બેંક એકાઉન્ટ 

  • આ સરકાર સાડાત્રણ વર્ષથી વધારે ચાલી છે ત્યારે અંત્યોદરના લક્ષ્યાંકને પાર પાડવા સાતત્યથી વિકાસ સાધ્યો છે

  • અંત્યોદરનો મતલબ છે છેવાડાના માણસને પણ વિકાસની તક મળવી જોઈએ

  • આ વર્ષે સાડાત્રણ વર્ષથી અંત્યોદરના સિદ્ધાંતથી ચાલે છે

  • દેશે બહુમત આપીને અમને ચૂંટ્યા છે

  • આઝાદી પછી પહેલીવાર પૂર્ણ બહુમતથી બિનકોંગ્રેસી સરકાર બની