Amit Shah: કોંગ્રેસે દેશની સુરક્ષાને ખતરામાં નાખવાનું કામ કર્યું, માફી માંગે રાહુલ ગાંધી
રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આજે અતિ મહત્વનો ચુકાદો આવ્યો હતો. જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઇ પ્રકારનો ગોટાળો નહી થયો હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદો આવ્યા બાદ રાજકીય ગરમા ગરમી વ્યાપી ગઇ હતી. આરોપ પ્રતિ આરોપનો દોર ચાલુ થઇ ગયો હતો. જે અનુસંધાને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.
નવી દિલ્હી : રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આજે અતિ મહત્વનો ચુકાદો આવ્યો હતો. જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઇ પ્રકારનો ગોટાળો નહી થયો હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદો આવ્યા બાદ રાજકીય ગરમા ગરમી વ્યાપી ગઇ હતી. આરોપ પ્રતિ આરોપનો દોર ચાલુ થઇ ગયો હતો. જે અનુસંધાને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.
ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલી રાફેલ ડીલની તપાસની માંગ કરીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો હતો. અરજી અંગે સુનવણી કરતા સીજેઆઇ રંજન ગોગોઇની પીઠે આ સોદાની પ્રક્રિયામાં કોઇ પણ ગોટાળો નહી હોવાની વાત કરી હતી. એવામાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સીટની તપાસ કરાવવાનો પણ ઇન્કાર કરી દીધો છે. આ અંગે ભાજપ અમિત શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી.
અમિત શાહે કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટમાં સત્યનો વિજય થયો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ખોટાનાં આધારે દેશની જનતાને ગુમરાહ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા. વિમાનોની ગુણવત્તા અંગે પણ સુપ્રીમ કોર્ટે કોઇ જ સવાલ ઉઠાવ્યો નથી.
રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને ક્લીનચીટ આપ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ જણાવે કે આ સોદામાં ગોટાળો ક્યાં થયો ? તેઓ કઇ માહિતીનાં આધારે સરકાર પર રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનાં આરોપો લગાવી રહ્યા છે ? તેઓ તથ્યહિન આરોપો લગાવી રહ્યા છે ? તેમણે ખોટા આરોપો લગાવ્યા ? આ અંગે જ્યારે તેમને પુછવામાં આવ્યું તો અમિત શાહે કહ્યું કે, હું તથ્યોની સાથે વાત કરુ છું. આ ક્રમમાં તેમણે બે વખત જોર આપીને કહ્યું કે, હું રાહુલ નથી જે તથ્યો બીજા પર આરોપો લગાવું.
અમિત શાહે કહ્યું કે, તમામ ચોર ભેગા થઇને ચોકીદારનો ડર છે. તમામ ચોર મળીને ચોકીદારને ચોર કહી રહ્યા છે. કોંગ્રેસે દેશની સુરક્ષા સાથે રમત કરી છે. શાહે કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટેમાં સત્યની જીત થઇ છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, અસત્યનાં આધારે દેશની જનતાને ગુમરાહ કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. વિમાનોની ગુણવત્તા અંગે સુપ્રીમ કોર્ટે કોઇ સવાલ નથી ઉઠાવ્યો. રાફેલ સોદા અંગે થઇ રહેલ મોડુ દેશની જનતાને કોંગ્રેસ જવાબ આપે.