14 રાજ્યો હાર્યા છતા વિપક્ષ અમારી 8 પેટા ચૂંટણી પરાજયની ઉજવણી કરે છે: અમિત શાહ
શાહે કહ્યુ કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે તેમને એવા વિપક્ષ મળ્યો છે જે કેટલીક પેટાચૂંટણીમાં મળેલા જીત મુદ્દે ખુશ છે
નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે રાહુલ ગાંધીને બબુઆ કહીને વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ કોઇને કોઇ વસ્તુ નહી કરવા માટે સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા કરે છે, જ્યારે તેમણે ભારતમાં દસકાઓ સુધી રાજ કરનારી પોતાની ત્રણ પેઢીના કામકાજનો અહેવાલ પણ આપવો જોઇએ. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્દનસિંહ રાઠોડનાં પ્રતિનિધિત્વ ધરાવતા જયપુર ગ્રામીણ લોકસભા ક્ષેત્રનાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા શાહે પેટાચૂંટણીમાં ભાજપને મળેલા પરાજયથી નાખુશ થવા અંગે પ્રતિદ્વંદી પાર્ટી પર વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેમને એવો વિપક્ષ મળ્યો છે જે કેટલીક પેટા ચૂંટણી જીતવાની ખુશી મનાવી રહ્યા છે. જ્યારે તેઓ ઘણા બધા રાજ્યોમાંથી સત્તા ગુમાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, અમે આઠ પેટાચૂંટણી હાર્યા છીએ પરંતુ 14 રાજ્યોમાં તેમની (કોંગ્રેસ) પાસેથી સત્તા છીનવી ચુક્યા છીએ.
શાહે શૌચાલયનાં નિર્માણ, એલપીજી સિલિન્ડર વિતરણ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ ગણાવતા મોદી સરકારનાં કામકાજનો અહેવાલ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે આ નથી થયું , તે નથી થયુ અને બબુઆ મને જણાવો ભાઇ તમે લોકોએ 70 વર્ષમાં શું કર્યું ? તમારી ત્રણ પેઢી 70 વર્ષ સુધી સત્તામાં રહી અને એટલું કામ કર્યું હોત તો લોકોને શૌચાલય અને ગરીબ માતાઓને સિલેન્ડર પુરૂ પાડવાનું સૌભાગ્ય અમને ન મળ્યું હોત.
ભાજપ અધ્યક્ષે રાહુલ પર હૂમલો કરતા કહ્યું કે, વિપક્ષ જમીનથી કપાઇ ગયું છે. કોઇ નથી જાણતું કે ક્યારે તેઓ રજા પર જાય છે અને ક્યારે પાછા આવે છે. તેમણે વ્યંગપુર્ણ રીતે કહ્યું કે, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તેને સહી શકવા મુશ્કેલ છે. શાહે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત માટે કાર્યકર્તાઓને ઓવરટાઇમ કરવા માટે જણાવ્યું છે.