નવી દિલ્હીઃ રાફેલ વિમાન ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નાણાપ્રધાન અરૂણ જેટલી વચ્ચે ટ્વીટર પર વાર-પલટવાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નાણા મંત્રી અરૂણ જેટલીને મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (JCP) પાસે તપાસ કરાવવાના પડકારના જવાબમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે જેસીપીનો મતલબ જૂઠી પાર્ટી કોંગ્રેસથી આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ટ્વીટર પર બોલા-ચાલીની શરૂઆત નાણાપ્રધાન અરૂણ જેટલી તરફથી થઈ જ્યારે તેમણે ફેસબુક બ્લોગના માધ્યમથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને 15 સવાલ પૂછ્યા હતા. જેટલીએ ફેસબુક બ્લોગ ટ્વીટર પર શેર કર્યો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ નાણા પ્રધાન અરૂણ જેટલીને રાફેલ વિમાન ડીલ પર પડકાર ફેંકતા ટ્વીટમાં લખ્યું 'ગ્રેટ રાફેલ રોબરી પર ફરીથી દેશનું ધ્યાન અપાવવા માટે આભાર જેટલી જી', કેમ આ મામલાને પૂરો કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસ કરાવી લેવામાં આવે? સમસ્યા તે છે કે તમારા સુપ્રીમ લીડર પોતાના મિત્રને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેથી થોડી મુશ્કેલી થઈ શકે છે. તપાસ કરી લો અને 24 કલાકમાં જવાબ આપજો. અમે રાહ જોઈ રહ્યાં છીએ. 


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ પડકારના જવાબમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ ઉપરા-ઉપરી ત્રણ ટ્વીટ કરી દીધા. જેટલીએ ટ્વીટમાં લખ્યું, તમે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કરાયેલી રાફેલ ડીલ પર મારા સવાલોનો જવાબ દેવાનો પ્રયાસ કર્યો નથી રાહુલ જી. કોઈ જવાબ ન આપવામાં આવ્યો, જાહેર છે કે જૂઠનો સહારો લેનારા જવાબ ન આપી શકે. રાહુલ જી, સત્ય બાંધે છે જ્યારે અસત્ય તૂટી જાય છે, આજ હાલત તમારી રાફેલ પર જૂઠનું થશે. તમને યાદ અપાવી દઉં કે 1987માં તત્કાલિન કોંગ્રેસ સરકારે શંકરાનંદ જીની અધ્યક્ષતામાં બોફોર્સ ડીલ પર જેપીસીની રચના કરી હતી. જેના રિપોર્ટમાં લાંચના આરોપને ખતમ કરી દેવામાં આવ્યો. વિશ્વએ જેસીપીના નિષ્કર્ષને નકારી દીધો. અસત્યતાને તૃપ્ત કરવા માટે જેપીસી કેમ? 



બીજીતરફ રાહુલ ગાંધીના 24 કલાકના પડકાર પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટમાં લખ્યું કે, 24 કલાકની રાહ કેમ જોવી જ્યારે તમારી પાસે જેપીસી- જૂઠી કોંગ્રેસ પાર્ટી છે. દેશને મૂર્ખ બનાવવાનાર તમારા જૂઠ સ્વપ્રમાણિત છે, જ્યારે તમે દિલ્હી, કર્ણાટક, રાયપુર, હૈદરાબાદ, જયપુર અને સંસદમાં રાફેલની અલગ અલગ કિંમત જણાવો છે. પરંતુ દેશની બુદ્ધિમતા તમારાથી વધુ છે. 


ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીએ કોંગ્રેસ પર હુમલો કરતા રાહુલ ગાંધીને 15 સવાલ પૂછ્યો હતો. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ આધાર વગર આ ડીલને લઈને સરકાર પર નિશાન સાધી રહી છે. તેમણે લખ્યું કે, યૂપીએએ આ ડીલમાં આશરે એક દાયકાનું મોડુ કર્યું, જેની સીધી અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પડી. જેટલીએ લખ્યું કે આ ડીલની કિંમત પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ જે પણ કઈ રહી છે, તે જૂઠ વેંચી રહી છે.