મુંબઈ: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે અમિતાભ આ અગાઉ પણ ખેડૂતોની મદદ કરતા આવ્યાં છે. ગત વર્ષે પણ તેમણે ઉત્તર પ્રદેશના એક હજારથી વધુ ખેડૂતોની લોન ચૂકવી હતી. તેમણે અગાઉ મહારાષ્ટ્રના 350 ખેડૂતોના દેવાની પતાવટ કરવામાં મદદ કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...