નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ZEE ન્યૂઝ સાથેની એક્સક્લૂસિવ વાતચીતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાના નિર્ણય અંગેની ઈનસાઈડ સ્ટોરી જણાવી હતી. ZEE ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીના સવાલ અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, દેશની જનતાએ અમને લોકસભાની ચૂંટણીમાં 300થી વધુ સીટ આપી છે. એ સમયે નિર્ણય લેવા માટે અનુકૂળ સ્થિતિ હતી, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલો મોટો નિર્ણય લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહને જ્યારે પુછ્યું કે, કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરાઈ હતી? તેના અંગે તેમણે જણાવ્યું કે, જે લોકો દેશની ભલાઈનું વિચારે છે તેઓ આ બિલની તરફેણમાં રહેવાના હતા. જે લોકો વોટ બેન્કની રાજનીતિ કરે છે તેઓ તેનો વિરોધ કરવાના હતા. બે પક્ષ સ્પષ્ટ હતા. અનેક પાર્ટીઓ કે જે ચૂંટણીમાં અમારા વિરોધમાં હતી, તેમણે પણ કલમ-370 બાબતે સાથ આપ્યો હતો. અનેક લોકોએ પોતાની પાર્ટીની વાતને અવગણીને અમને વોટ આપ્યો હતો. બંને ગૃહમાં બે તૃતિયાંશથી વધુ બહુમત સાથે બિલ પસાર થયું હતું. 


#AmitshahonZEE : 'મહારાષ્ટ્રમાં NDAની બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનશે, ફડણવીસ જ બનશે મુખ્યમંત્રી'


અમિત શાહને પુછવામાં આવ્યું કે, કલમ-370 દૂર કરવા અંગે તમે નોટિફિકેશન પણ તૈયાર રાખ્યું હતું? તેમણે કહ્યું કે, નોટિફિકેશન નહીં, કોન્સ્ટિટ્યુશન ઓર્ડર હતો, જે સંસદમાં રજૂ કર્યો હતો. સંસદે તેને મંજુરી આપી, આ એક બંધારણિય પ્રક્રિયા છે. 


અમિત શાહને પુછ્યું કે, કલમ-370 દૂર કરવી આઝાદ ભારતનો સૌથી મોટો નિર્ણય રહ્યો? આ અંગે તેમણે કહ્યું કે, આ મારા માટે સૌભાગ્યપૂર્ણ દિવસ અને ક્ષણ હતી. કલમ-370 દૂર કરવાનું બિલ રજુ કરવું સૌભાગ્યની વાત છે. તેને દૂર કરવાનો નિર્ણય દેશના વડાપ્રધાન અને કેબિનેટે લીધો છે. આ વિભાગનો મંત્રી હોવાના ધોરણે મેં બિલ રજુ કર્યું હતું. એક દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન નહીં રહે. 


35Aની સાથે-સાથે કલમ-370 દૂર કરવાનું કેવી રીતે શક્ય બન્યું? તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, કલમ-370 અને 35A એક સાથે દૂર ન કરતા તો કામ અધુરું રહેતું. કલમ-370ના ઉપયોગથી પાકિસ્તાને મોટો ભ્રમ પેદા કરેલો હતો. યુવાનોમાં અલગતાવાદ, આતંકવાદ, આઝાદીનો ભ્રમ ઊભો કરેલો હતો. 35A અન્યાયની ધારા હતી, જેણે કાશ્મીરના વિકાસને અટકાવી રાખ્યો હતો. કલમ-370 એ ભ્રષ્ટાચારને હવા આપી હતી, આતંકવાદને ખુલ્લું મેદાન આપ્યું હતું. 


શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, 71-72 દિવસ થઈ ચૂક્યા છે, પરિસ્થિતિ સામાન્ય છે કે નહીં? આ અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય છે. 196માંથી માત્ર 6 પોલીસ સ્ટેશનમાં જ ધારા-144 લાગુ છે. જમ્મુ-કાશ્મીરના એક પણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ નથી. માત્ર રાજકીય કાર્યક્રમ માટે જ પોલિસની મંજુરી લેવાની હોય છે. બધા લેન્ડલાઈન ફોન, મોબાઈલ ફોન ચાલુ છે, દેશની તમામ શાકભાજીની બજારમાં સફરજન પહોંચી ચુક્યા છે. સામાન્ય પરિસ્થિતિની વ્યાખ્યા કોઈ સમજાવે કે કોને કહે છે? 


#AmitshahonZEE : શું તમે સરદાર પટેલથી પ્રેરિત છો? ગૃહમંત્રીએ આપ્યો જોરદાર જવાબ...


ગૃહમંત્રીએ જણાવ્યું કે, કાશ્મીરમાં પાકિસ્તાનનાં અડપલાં પુરા ન થાય ત્યાં સુધી સેનાએ એલર્ટ રહેવું પડશે. પાકિસ્તાન અંગે કાશ્મીરમાં જે ભ્રમ હતો એ ત્યાં દૂર થવો જોઈએ. આઝાદી અને સ્વાયત્તતાના સમર્થનનો ભ્રમ દૂર થયો છે. 


ત્રણ પૂર્વ મુખ્યમંત્રી નજરકેદ છે, તો પ્રક્રિયા લોકતાંત્રિક કેવી રીતે કહેવાય? આ અંગે શાહે જણાવ્યું કે, તમે પુછો તો હું સાંભળી પણ રહ્યો છું, જવાબ પણ આપી રહ્યો છું. કોંગ્રેસ, એનસી, પીડીપી પુછે છે તો હું તેમને સવાલ કરું છું. 11 વર્ષ સુધી શેખ અબ્દુલ્લાને જેલમાં રાખ્યા હતા. એ દરમિયાન તો કલમ-370 દૂર કરી નહતી. 3 વર્ષ એવા હતા, જેમાં 250 દિવસથી વધુ સમય કર્ફ્યુ રહ્યો હતો. આજે કર્ફ્યુ નથી, તો તેમને પરિસ્થિતિ સામાન્ય દેખાતી નથી. મોબાઈલ તો 1995માં આવ્યો છે. અમે 2 મહિના બંધ રાખ્યો તો પરિસ્થિતિ સામાન્ય લાગતી નથી. કોંગ્રેસને કોઈ અધિકાર નથી મુદ્દા ઉઠાવાનો. કોંગ્રેસના સમયે 40 હજાર લોકોનાં મોત થયા હતા, અમને શું પુછે છે? કાશ્મીરમાં યુવાનોની 3 પેઢીનું શિક્ષણ બરબાદ થયું છે. કોંગ્રેસ અને એનસી જ કાશ્મીરની સ્થિતિ માટે જવાબદાર છે. 


ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી પ્લાનિંગમાં શું વિઘ્ન ઉભું કરી શકે છે? આ અંગે શાહે જણાવ્યું કે, લોકોને ભડકાવવા સરળ હોય છે. સાવચેતી માટે થોડા સમય સુધી કોઈને નજરકેદ રાખવું ખોટું નથી. અનેક વખત આવું થયું છે. બાદલ સાહેબ અનેક મહિના સુધી જેલમાં રહ્યા છે. કોંગ્રેસે 19 મહિના સમગ્ર વિરોધ પક્ષને જેલમાં નાખી દીધો હતો. કોંગ્રેસ અમને સવાલ પુછી રહી છે, તેમને પોતાનો ભૂતકાળ યાદ નથી. તેમણે તો ખુરશી બચાવવા માટે લાખોને જેલમાં નાખ્યા હતા. મીડિયાની આઝાદી છીનવી લેનારી કોંગ્રેસ અમને સવાલ ન પુછે. 


અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આજે 100 ટકા સામાન્ય સ્થિતિ છે. ત્યાં જવા માટે કોઈની મંજુરી લેવાની જરૂર નથી. દરેક જગ્યાએથી કર્ફ્યુ દૂર કરી દેવાયો છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....