નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષત અમિત શાહે ઝી ન્યૂઝ સાથે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું ખે, જો મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બનશે તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે. ZEE ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથેની વાતચીતમાં અમિત શાહે દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં એનડીએ બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં આવશે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, શવિસેના મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી રહી છે. અમિત શાહે આ અંગે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં એનડીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં જ ચૂંટણી લડી રહ્યું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં આવીશું અને દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. 


ભાજપના અધ્યક્ષને જ્યારે પુછવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના આદિત્ય ઠાકરેને નાયબ મુખ્યમંત્રી બનવાની તક મળશે. આ અંગે તેમણે કહ્યું કે, તેના અંગે ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી વિચારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શવિસેનાના અનેક નેતા મુખ્યમંત્રી પદની દાવેદારી કરતા રહ્યા છે. પ્રથમ વખત ઠાકરે પરિવારમાંથી આદિત્યને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. 


અમિત શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, એનસીપી પ્રમુખ શરદ પવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસના અભિનંદન આપે છે, તેમનાં કાર્યોની પ્રશંસા કરે છે. બીજી તરફ તેમની સામે તપાસ ચાલી રહી છે. આ અંગે શાહે જણાવ્યું કે, તેઓ પ્રતિષ્ઠિત નેતા છે. સારા કાર્યો માટે કોઈ નેતાની પ્રશંસા કરવી ખોટું નથી. અમારે તેમની સાથે કોઈ મતભેદ નથી. તપાસ પ્રક્રિયા કોઈને જોઈને કરવામાં આવતી નથી. આમ તો શરદ પવાર કોઈ પણ કેસમાં દોષી જોવા મળ્યા નથી. અત્યારે તપાસ ચાલી રહી છે. 


શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિરોધ પક્ષ વગરની ચૂંટણી થઈ રહી છે? તેના અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આ અંગે હું માત્ર એટલું જ કહીશ કે હરિયાણા અને મહારાષ્ટ્ર બંને જગ્યાએ ભાજપ બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં આવશે. બંને રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચાલી રહી છે. ફડણવીસ અને ખટ્ટર બંને પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ તેમણે ઘણી સારી રીતે સરકાર ચલાવી છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાનો પુરો સાથ મળશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....