નવી દિલ્હી: ચક્રવાતી તોફાન અમ્ફાન, પશ્વિમ બંગાળની ખાડીના અક્ષાંક્ષ 15.2 ° N અને દેશાંતર 86.6° E પર છે, જોકે પશ્વિમ બંગાળની ખાડીથી 570 કિમી પરાદીપ (ઓડિશા)ના દક્ષિણમાં, દીઘા (પશ્વિમ બંગાળ)ના 720 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્વિમમાં અને ખેપૂપારા (બાંગ્લાદેશ)માં 840 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્વિમમાં સ્થિત છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ હવે શક્તિશાળી તોફાન અમ્ફાનના બંગાળના ઉત્તર-પ્શ્વિમી ખાડીના પર ઉત્તર-પશ્વિમ તરફ આગળ વધશે અને પશ્વિમ બંગાળના દીધા અને બાંગ્લાદેશના દ્વીપ તટોને પાર કરવાની સંભાવના છે. જાણકારી અનુસાર 20 મે બપોર અથવા સાંજ સુધી આ ચક્રવાતી તોફાન 165-175 કિમીની ગતિથી આગળ વધીને 195 કિમીની ગતિ સૌથી વિકરાળ રૂપમાં આવી શકે છે. 

સાવધાન! પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાયું 'અમ્ફાન' મોટાપાયે થઇ શકે શકે છે નુકસાન


તેના પ્રચડ ચક્રવાતી તોફાનાના રૂપમાં 20મે બપોર બાદ અથવા સાંજે ઉત્તર પશ્વિમ બંગાળની ખાડીમાં ઉત્તર-ઉત્તર પશ્વિમ દિશા તરફ વલણ કરવા તથા દીધા (પશ્વિમ બંગાળ) તથા હતિયા (બાંગ્લાદેશ) દ્વીપસમૂહો વચ્ચે પશ્વિમ બંગાળ-બાંગ્લાદેશ તટીય વિસ્તારોને પાર કરવાની સંભાવના છે. પશ્વિમ બંગાળનાના જિલ્લામાં 19 અને 20મેના રોજ ભારે મૂશળાધાર વરસાદ થશે. આ જિલ્લાઓમાં પૂર્વી મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કલકત્તા છે.


તોફાનના દસ્તક આપતાં સમુદ્વથી લગભગ ચારથી છ મીટર ઉંચી તોફાનની લહેર આવવાના કારણે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં નિચલા વિસ્તારો જળમગ્ન થઇ શકે છે. 


ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાના ગંજમ, પુરી, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સોમવારે અન્ય કાઠા વિસ્તારોમાં હળવો કે ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરી ઓડિશાના બાલાસોર, ભદ્વક, મયૂરભંજ, જાજપુર, કેંદ્વપાડા અને ક્યોઝર જિલ્લામાં 20મેના રોજ કેટલાક સ્થળોએ વરસાદ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube