સાવધાન! પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાયું `અમ્ફાન` મોટાપાયે થઇ શકે શકે છે નુકસાન
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમપાત્રએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન અમ્ફાન (Amphan Cyclone) ખૂબ જ પ્રચંડ છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે.
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમપાત્રએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન અમ્ફાન (Amphan Cyclone) ખૂબ જ પ્રચંડ છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે.
તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે અમ્ફાન પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાઇ ગયું છે અને 20મેના રોજ પશ્વિમ બંગાળના દીઘા દ્વીપ તથા બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહ વચ્ચે દસ્તક આપી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 165 થી 175 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, જે 195 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
મહાપાત્રએ કહ્યું હતું કે 'તેના પ્રચડ ચક્રવાતી તોફાનાના રૂપમાં 20મે બપોર બાદ અથવા સાંજે ઉત્તર પશ્વિમ બંગાળની ખાડીમાં ઉત્તર-ઉત્તર પશ્વિમ દિશા તરફ વલણ કરવા તથા દીધા (પશ્વિમ બંગાળ) તથા હતિયા (બાંગ્લાદેશ) દ્વીપસમૂહો વચ્ચે પશ્વિમ બંગાળ-બાંગ્લાદેશ તટીય વિસ્તારોને પાર કરવાની સંભાવના છે.
તેમણે કહ્યું કે પશ્નિમ બંગાળનાના જિલ્લામાં 19 અને 20મેના રોજ ભારે મૂશળાધાર વરસાદ થશે. આ જિલ્લાઓમાં પૂર્વી મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કલકત્તા છે.
તોફાનના દસ્તક આપતાં સમુદ્વથી લગભગ ચારથી છ મીટર ઉંચી તોફાનની લહેર આવવાના કારણે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં નિચલા વિસ્તારો જળમગ્ન થઇ શકે છે.
ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાના ગંજમ, પુરી, જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સોમવારે અન્ય કાઠા વિસ્તારોમાં હળવો કે ભારે વરસાદ થઈ શકે છે.
ઉત્તરી ઓડિશાના બાલાસોર, ભદ્વક, મયૂરભંજ, જાજપુર, કેંદ્વપાડા અને ક્યોઝર જિલ્લામાં 20મેના રોજ કેટલાક સ્થળોએ વરસાદ થઇ શકે છે.