નવી દિલ્હી: સુપર સાયક્લોન બની ગયેલું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય કાંઠા વિસ્તારો તરફ આગળ વધવાની સાથે જ પશ્ચિમી-મધ્ય બંગાળ ખાડી ઉપર મંગળવારે નબળું પડીને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. પરંતુ આમ છતાં તેનાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચવાની આશંકા છે. આ તોફાન બુધવારે બપોરે કે પછી સાંજ સુધીમાં કાંઠા પર ત્રાટકે તેવી શક્યતા છે. બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આસામ સરકારે પણ તોફાનને જોતા હાઈ એલર્ટ જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે તોફાનના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોખમી વિસ્તારોમાં લાખોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં છે. બંને રાજ્યો હાઈ એલર્ટ પર છે. કારણ કે ચક્રવાતના કારણે પવન ખુબ ફૂંકાઈ રહ્યો છે અને ઓડિશાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના બુલેટિનમાં કહેવાયું છે કે ચક્રવાત ઓડિશાના પારાદીપથી લગભગ 520 કિમી દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળના દીઘાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણી પશ્ચિમમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રીત છે. તે 14 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે. 


અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં અફરાતફરીનો માહોલ છે. અમ્ફાન પશ્ચિમ બંગાળ ઉપર થઈને પસાર થશે તેવી શક્યતાના કારણે વીજળી ઘરે ખુબ સાવચેતીથી તોફાનનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. રાજ્યના તમામ મેન્ટેઈનન્સના કર્મીઓ 24X7 હાજર રહેશે. આ ઉપરાંત મોટી અને નાની સીડીઓ પણ રાખવામાં આવશે. જેથી કરીને જો કોઈ હાઈ વોલ્ટેજ તાર તૂટે તો તેની મરમ્મત થઈ શકે. આ ઉપરાંત કોવિડ 19 હોસ્પિટલમાં વીજળી સમસ્યા ન ઉત્પન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તમામ ડિવિઝનમાં ટ્રાન્ફોર્મર અને ડીઝલ મોટરની વ્યવસ્થા કરાઆ છે. આ તોફાનના કારણે ઈમરજન્સી નંબર  (7449300840 / 9433564184) 24X7 ખુલ્લા રહેશે. 


દક્ષિણ 24 પરગણાના કેનિંગથી સુંદરવનના ગોસાબા બાસંતી ઝોડખાલી સુંદરબન કાંઠા વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે. અને સમુદ્રનું પાણી હવે વધુ ઉફાન પર છે. પ્રશાસન દ્વારા સમુદ્ર કિનારે વસેલા લાખો લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં રહેતા લોકોના મનમાં ડર પેસી ગયો છે કે આગળ શું થશે. 


હવામાન ખાતાના જણાવ્યાં મુજબ સુંદરવન અને દક્ષિણ 24 પરગણાના વિભિન્ન વિસ્તારોમાં મોટા પાયે નુક્સાન થઈ શકે છે. સુપર સાયક્લોન અમ્ફાન દ્વારા અનેક લોકોના જીવ જઈ શકે છે. બરાબર એવી જ રીતે જે રીતે અઈલા તોફાન દરમિયાન થયું હતું. 


જુઓ LIVE TV



પરંતુ આ વખતે તોથાન વર્ષ 2009ના 25 મેના આઈલા તોફાનને પણ પાછળ છોડી દેશે. સમુદ્ર વિસ્તારોના રહેણાંક વિસ્તારોમાંથી લોકોને હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. કેટલાક લોકોને શાળાના રૂમમાં રાખવામાં આવ્યાં છે તો કોઈને સરકારી કેન્દ્રોમાં લઈ જવાયા છે. ઘરોને પણ સેનેટાઈઝ કરાયા છે. કારણ કે ત્યાં કોરોનાનું જોખમ પણ વધ્યું છે. સમુદ્રમાં 15થી 18 મીટરની ઊંચાઈના મોજા ઉછળી શકે છે. સૌથી મોટો જોખમ સુંદર વન વિસ્તારોમાં છે. 


આ બાજુ કોલકાતામાં 20 ભારતીય તટરક્ષકો, એનડીઆરએફની ટીમો તત્કાળ મદદ માટે સ્ટેન્ડ બાય છે. ચક્રવાતને જોતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટ પર પોર્ટ સંપત્તિ અને વેપારી જહાજોને નુકસાનથી બચાવવા માટે વ્યવસ્થા કરાઈ છે. 


તમામ 19 જહાજોએ પોતાના લંગર ઉઠાવી લીધા છે. જેથી કરીને તોફાનથી બચી શકાય. ડાયમન્ડ હાર્બરમાં તમામ કાર્ગો હેન્ડલિંગ ઓપરેશન રોકી દેવાયા છે. તમામ બરાજ અને શેલ્ટર્ડ વોટરમાં મૂવ અપ માટે કહેવાયું છે. 


3 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે લગભગ 3 લાખ લોકોને રાજ્યના કાંઠા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. ઓડિશા પણ જોખમી વિસ્તારોમાંથી લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા માટે તૈયાર છે. પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે. અનેક લોકોને ચક્રવાત કેન્દ્રોમાં મોકલવામાં આવ્યાં છે.