ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ડિબ્રૂગઢ જેલ પહોંચ્યો, સામે આવી પ્રથમ તસવીર
આખરે એક મહિના કરતા વધુ સમય બાદ પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. અમૃતપાલ સિંહને ડિબ્રૂગઢ જેલ મોકલવામાં આવ્યો છે.
ડિબ્રૂગઢઃ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. અમૃતપાલની ધરપકડ બાદ તેને ડિબ્રૂગઢ જેલ મોકલી દેવામાં આવ્યો છે. આ જેલમાં પહેલાથી અમૃતપાલના સાથીઓને બંધ રાખવામાં આવ્યા છે. ડિબ્રૂગઢ જેલ પહોંચ્યા બાદ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની એક તસવીર સામે આવી છે, જ્યાં તે પેપરવર્ક કરતો જોવા મળી રહ્યો છે. અહીં અમૃતપાલની સાથે બીજો કોઈ વ્યક્તિ પણ બેઠો છે, જે પેપરોનું કામ કરતો જોવા મળી રહ્યો છે. તો બાજુમાં અમૃતપાલ બેઠો છે. નોંધનીય છે કે 36 દિવસ બાદ અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે.
ISIથી અમૃતપાલને ખતરો
નોંધનીય છે કે જીવનો ખતરો હોવાને કારણે ભાગેડૂ અમૃતપાલ એકવાર ફરી પંજાબ પહોંચ્યો હતો. તેના પંજાબ પહોંચવાના સમાચાર ગુપ્તચર એજન્સીને મળ્યા તો તાત્કાલીક તેની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ અમૃતપાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીના સૂત્ર પ્રમાણે, ISI અમૃતપાલની હત્યા કરાવવા ઈચ્છતી હતી. કારણ કે આઈએસઆઈ જાણે છે કે મૃત અમૃતપાલ પંજાબમાં આગ લગાવી શકે છે. તેવામાં આઈએસઆઈના આ ગુપ્ત પ્લાનની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીને મળી ગઈ હતી.
કેદારનાથ ધામ યાત્રા પર મોટું અપડેટ, ભક્તો માટે જારી કરી મોટી ચેતવણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube