નવી દિલ્હીઃ Amritpal Singh Video:  વારિસ પંજાબ દે પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે પોલીસથી ફરાર થવા દરમિયાન પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેણે ઘણી વાતો કહી છે. તેણે પંજાબ સરકાર અને પોલીસની આલોચના કરી છે, સાથે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદારને પણ એક અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં અમૃતપાલે શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર પાસે પૈસાખી પર સરબત કાલસા બોલાવવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે કોમી મુદ્દાને હલ કરવા માટે સરબત ખાલસા બોલાવવામાં આવે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અમૃતપાલ સિંહ કાળી પાઘડી અને સાલ પહેરીને જોવા મળી રહ્યો છે. 


જો પંજાબ સરકારનો ઇરાદો મારી ધરપકડ કરવાનો હોત તો
સોશિયલ મીડિયા પર વીડિયોમાં અમૃતપાલે કહ્યુ કે- જો પંજાબ સરકારનો ઇરાદો મારી ધરપકડ કરવાનો હોત તો પોલીસ મારા ઘરે આવત અને હું તે માટે માની જાત. અમૃતપાલે તેની વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન શીખ યુવકોની ધરપકડને લઈને પણ પંજાબ પોલીસની આલોચના કરી છે.


આ પણ વાંચોઃ દેશમાં રોજની કેટલી ટ્રેનો દોડે છે, શું છે પડોશી દેશોની હાલત, જાણો ક્યાં છે સૌથી વધુ 


ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારથી અમૃતપાલને લઈને ઘણા અપડેટ સામે આવ્યા છે. આ દરમિયાન પોલીસે કેટલાક સીસીટીવી ફુટેજ પણ જારી કર્યાં હતા, જેમાં અમૃતપાલ અલગ-અલગ વેશમાં જોવા મળ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube