અમૃતસર : તહેવારની મોસમ છે ત્યારે કર્મચારીઓ બોનસની રાહ જોતા હોય છે, તો પંજાબના અમૃતસરમાં ઘણા સરકારી કર્મચારીઓની સાથે આશા કરતા પણ વધારે બોનસ આવ્યું હતું. તેમની ખુશી ત્યારે બેવડાઇ ગઇ જ્યારે જ્યારે ઓક્ટોબર મહિનાનો પગાર બે વાર જમા થઇ ગયો. જો કે આ ખુશી વધારે સમય ટકી નહોતી અને તેમને જાણવા મળ્યું કે આ શરતચુકનાં કારણે થયું હતું. તેમનો પગાર બે વખત જમા થઇ ગયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીનું બોનસ સમજી ગયા કર્મચારી
કર્મચારીઓને પહેલા લાગ્યું હતું કે પંજાબ સરકારે તેમને દિવાળીના તહેવાર પ્રસંગે બોનસ અપાયું છે. જો કે તેમની ખુશી ત્યારે ગમમાં ફેરવાઇ ગઇ જ્યારે તેમને જણાવવામાં આવ્યું કે, ભુલથી તેમના બેંક ખાતામાં વધારે રકમ જમા થઇ ગઇ છે. અને તેઓ વધારાની રકમ ન ઉપાડે. જિલ્લા કોષ અધિકારી એ.કે મૈનીએ તમામ સરકારી કાર્યાલયના પ્રમુખોને મોકલેલી નોટિસમાં કહ્યું કે બે સેલેરી ભુલથી જમા થઇ ચુકી છે. 

ઝડપથી એક સેલેરી પાછી લઇ લેવામાં આવશે. સંપર્ક કરવામાં આવતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એવું માત્ર અમૃતસરમાં જ થયું છે સમગ્ર પંજાબમાં થયું નથી. તેના કારણે સરકારનાં કોષ વિભાગનાં સોફ્ટવેરમાં થયેલો ગોટાળો માનવામાં આવે છે. જો કે જમા થયેલ વધારાના પૈસા પાછા લઇ લેવામાં આવશે.