અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં નવો વળાંક ! પોલીસે રાવણ દહનને આપી હતી મંજૂરી
અમૃતસર ટ્રેન દુર્ઘટના મુદ્દે બ્લેમ-ગેમ વચ્ચે બે પત્ર સામે આવ્યા છે, જ્યારે એક પત્રમાં દશેરા કમિટીએ પોલીસને લખીને કાર્યક્રમ આયોજીત કરવાની પરવાનગી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે
નવી દિલ્હી : પંજાબના અમૃતસરમાં થયેલી રેલ્વે દુર્ઘટનામાં હવે નવો વળાંક આવી ચુક્યો છે. આ દુર્ઘટનાતી રેલ્વે અને સ્થાનિક તંત્ર ભલે પોતે જવાબદાર નહી હોવાનું કહી રહ્યા હોય, પરંતુ હકીકત છે કે દશેરા કમિટી પત્ર લખીને પોલીસને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. સાથે જ પોલીસે દશેરા કાર્યક્રમ આયોજીત કરવાની મંજુરી આપી હતી.
આસિસ્ટેંટ સબ ઇન્સપેક્ટર દલજીત સિંહે દશેરા કમિટીને આપેલા જવાબમાં કહ્યું હતું કે, પોલીસને દશેરા કાર્યક્રમ આયોજીત કરવા મુદ્દે કોઇ પણ વિરોધ નથી. આ બંન્નેના પત્ર સામે આવ્યા બાદ સ્પષ્ટ થઇ ચુક્યું છે કે દશેરા કમિટીની તરફથી સ્થાનિક તંત્રને માહિતી આપવામાં આવી હતી. અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. જો કે એનઓસી આપવા છતા કાર્યક્રમ સ્થલ પર શુક્રવારે પોલીસની હાજરી નહોતી જોવા મળી અને એક મોટી દુર્ઘટના સર્જાઇ ગઇ હતી.
જો કે અમૃતસર નગર નિગમની વાત કરવામાં આવે તો તેની તરપતી રાવણ દહન ઉત્સવ આયોજનની પરવાનગી નહોતી અપાઇ. સમાચાર એજન્સી પીટીઆઇનાં અનુસાર અમૃતસર નગર નિગમ અધિકારી સોનાલી ગિરીનાં હવાલાથી લખ્યું છે કે, નગર નિગમે કોઇ પણ પ્રકારનાં આવા આયોજનની પરમિશન નહોતી માંગવામાં આવી. સોનાલી ગીરીએ જણાવ્યું કે, ગત્ત વર્ષની તુલનાએઆ વખતે મોટા પ્રમાણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જો કે અત્યાર સુધી એ માહિતી સામે આવી રહી હતી, તંત્રની તરફતી આ કાર્યક્રમનાં આયોજનની પરમિશન નહોતી, તેમ છતા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ કેન્દ્રીય રેલ મંત્રી મનોજ સિન્હા કહી રહ્યા છે કે સ્થાનિક તંત્રએ રેલ્વેને રાવણ દહનની કોઇ માહિતી નહોતી આપી.