અમૃતસર દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોની જવાબદારી ઉઠાવશે: સિદ્ધુ
દશેરાનાં દિવસે રાવણ દહન જોઇ રહેલા લોકોને ટ્રેન રગદોળતી જતી રહી હતી જેમાં 59 લોકોનાં મોત થયા જ્યારે 57 લોકો ઘાયલ થયા
નવી દિલ્હી : દશેરાનો દિવસે અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ આરોપીઓનો મારો સહન કરી રહેલ પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્ધુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે જે બાળકો અનાથ થયા છે તેની જવાબદારી પોતે ઉઠાવશે. સિદ્ધુએ આખી ઉંમર પરિવારોનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. જે પરિવારોમાં કોઇ કમાનાર સભ્ય નથી બચ્ચું. સિદ્ધુએ કહ્યું કે, તેમણે જીવનમાં એક વચન આપ્યું હતું કે ગુરૂની ધરતી અમૃતસરથી જ ચૂંટણી લડશે અને આજે બીજુ વચન આપુ છું કે હવે અનાથ થયેલા પરિવારનું પાલન તેઓ કરશે.
તપાસ કરવાની નહી પરંતુ ક્લિનચીટ આપવાની ઉતાવળ
સિદ્ધુએ કહ્યું કે, રેલ્વેને તપાસ કરવાની નહી પરંતુ ક્લિનચીટ આપવાની ઉતાવળ હતી. તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે આરોપ લગાવ્યો કે રેલ્વેએ પુરાવાને નષ્ટ કરી દીધા છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, જોડા ફાટકથી 200 મીટર દુર દશેરા મનાવાઇ રહ્યા હતા. આ ગેટમેન શા માટે ન દેખાયો ? 10 મિનિટ પહેલા ત્યાંથી પસાર થયેલી એક ટ્રેન ધીમી ઝડપથી નિકળી શકે તો બીજી કેમ નહી ? ડ્રાઇવરને ઉતાવળ શેની હતી ? તેઓ આટલી સ્પીડમાં કેમ ભાગી રહ્યા હતા ? ઇમરજન્સી બ્રેક કયા પ્રકારે લગાવાઇ તો ટ્રેન અટકી કેમ નહી ?
ગુરૂની ધરતી પર વચન આપુ છુ...
આ સવાલ પર કે જે પરિવારનાં લોકોનાં મોત થયા છે તેનું હવે શું થશે, પંજાબ કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, તેમની જવાબદારી હું લઉ છું. જે બાળક અનાત થઇ ગયા છે તેને ભણાવવાની જવાબદારી મારી છે. જે પરિવારોમાં કોઇ કમાનાર નથી રહ્યું તેનાં પરિવારમાં દરરોજ ચુલો ચાલુ થશે તેનું વચન આપુ છું. તેમણે કહ્યું કે, અમૃતસર મારી ધર્મપત્ની હતા અને મારી કર્મભુમી છે. આ લોકોનો પ્રેમ છે જેણે અમને અહીં સુધી પહોંચાડ્યા છે. સિદ્ધુએ કહ્યું કે ગુરૂની ધરતી પરથી તેઓ વચન આપે છે કોઇ પણ પરિવારની સામે રોજી રોટીનું સંકટ પેદા નહી થવા દે.