6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો
ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે.
અમદાવાદ :ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે.
અમૂલે શનિવારે કહ્યું કે, ગુજરાત, દિલ્હી એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના માર્કેટમાં 15 ડિસેમ્બર (રવિવાર)થી વધારેલા ભાવમાં દૂધ વેચવામાં આવશે. નવા ભાવ બાદ અમદાવાદમાં અમૂલ ગોલ્ડની કિંમત 28 રૂપિયા પ્રતિ 500 મિલીલીટર અને અમૂલ તાજાના ભાવ 22 રૂપિયા પ્રતિ 500 મિલીલીટર થઈ ગયા છે. જોકે, અમૂલ શક્તિના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, જે 25 રૂપિયામાં 500 મિલીલીટરના ભાવે મળી રહ્યું છે.
આ પહેલા આ વર્ષે 21 મેના રોજ ગુજરાત સહકારી દુગ્ધાલય મહાસંઘે કેપિટલ દિલ્હી, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી દૂધના ભાવ વધાર્યા હતા.
3 રૂપિયા સુધી દૂધના ભાવ વધાર્યા
તો બીજી તરફ, મધર ડેરીએ 3 રૂપિયા સુધી દૂધના ભાવ વધારી દીધા છે. 40 રૂપિયા પ્રતિ લીટર વેચાનારું મધર ડેરીનું બુલ્ક મિલ્ડેડ મિલ્ક (ટોકેન મિલ્ક) હવે વધીને 42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ફુલ ક્રીમ મિલ્ક પહેલા 53 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું, જે હવે 3 રૂપિયા વધીને 55 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
આ ઉપરાંત 42 રૂપિયે લીટરના ભાવે વેચાતુ મધર ડેરીનું ટોન્ડ મિલ્ક હવે નવા ભાવની સાથે 45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. સાથે જ હવે ફુલ ક્રીમ પ્રીમિયમ મિલ્ક 53 રૂપિયાને બદલે 55 રૂપિયા પ્રતિ લીટર મળશે. આ પહેલા મધર ડેરીએ મે 2019માં દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube