લાલજી પાનસુરિયા/આણંદ: અમૂલે દૂધના ભાવામાં લીટર દીઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. જ્યારે ખેડૂતો અને પશુપાલકોનો અમૂલના આ નિર્ણયથી ફાયદો પણ થશે. દૂધના ભાવમાં લીટરે કરવામાં રૂપિયાના 2ના વધારાનો 80% ભાગ પશુપાલકોને વહેચવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૂલના ચેરમેનેજણાવ્યું હતું કે, આવનારા સમયમાં હજુ ભાવ વધવાની શક્યતાઓ છે. દાણ અને ઘાસચારો મોઘોં થતા કંપનીએ પશુપાલકોના હિત માટે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અમૂલ ડેરી દ્વારા ખેડૂતોને ફરી એક વાર ખરીદભાવમાં રૂપિયા 10નો કિલોફેટ દીઠ વધારો જોવા મળી રહ્યો છે.


  • અમુલ ગોલ્ડ દૂધના લીટરના રૂપિયા 54

  • અમુલ શક્તિ દૂધના લીટરના રૂપિયા ૫૦ 

  • અમુલ તાજા દુધના લીટરના રૂપિયા 42 

  • છાસનું પેકિંગ ૫૦૦ મિલીલીટરનું પેકિંગ ૪૫૦ મિલીલીટર થયું

  • છાસના પેકિંગમાં રૂ ૫૦ મિલીલીટર ઓછુ કરાયું 

  • મસ્તી દહીં એક કિલોના રૂપિયા 5નો વધારો થતા હવે 55 રૂપિયામાં વેચાણ
     


સુરત : એરપોર્ટ પર વ્યક્તિએ એવી જગ્યામાં સોનુ છુપાવ્યું કે, કસ્ટમ અધિકારીઓ કાઢતા શરમાઈ જાય



અમૂલ દ્વારા દૂધના ભાવોમાં કરવામાં આવેલા વધારાથી પશુપલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂધના ભાવોમાં વધારો થવાથી સામાન્ય જનતાના બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે. જ્યારે ગૃહિણીઓના બજેટમાં પણ દૂધના ભાવમાં વધારાને કારણે ફર્ક પડી શકે છે. અમુલે દુધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત ભેંસના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.10 અને ગાયના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.4.60નો વધારો કરવામાં આવ્યો છે.