કર્ણાટકમાં આ દિવસોમાં દૂધને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. અમૂલે (Amul) કર્ણાટકમાં (Karnataka) પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની વાત કરતા જ વિવાદ શરૂ થયો હતો. રાજ્યના લોકોએ તેમની સ્થાનિક બ્રાન્ડ નંદિનીને (Nandini)બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. અમૂલ બૉયકોટનો અવાજ ઊંચો થવા લાગ્યો છે. કર્ણાટકમાં શરૂ થયેલી દૂધની લડાઈએ રાજકીય રંગ પકડી લીધો છે. લોકો તેમની સ્થાનિક ડેરી અને બ્રાન્ડને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમૂલ દ્વારા કર્ણાટકની સ્થાનિક દૂધ બ્રાન્ડ નંદિનીને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. નંદિનીને બચાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચાલી રહ્યું છે. #savennandini સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. નંદિની... જેના માટે આટલો બધો હંગામો થઈ રહ્યો છે, તેની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નંદિનીએ કેવી રીતે શરૂઆત કરી?
નંદિની કર્ણાટકની લોકપ્રિય દૂધ બ્રાન્ડ છે. આ કંપની કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડ (KMF) ની માલિકીની છે. તે દેશની બીજી સૌથી મોટી અને દક્ષિણ ભારતમાં સૌથી મોટી સહકારી ડેરી છે. દક્ષિણ ભારતમાં ડેરી ઉત્પાદનમાં નંદિની સૌથી મોટી ભૂમિકા ભજવે છે. કોડાગુ જિલ્લામાં પ્રથમ ડેરી તરીકે તેનો પાયો વર્ષ 1955માં નાખવામાં આવ્યો હતો. સમય સાથે ફેરફારો થયા. વર્ષ 1965 સુધીમાં દૂધની વધતી માંગને ધ્યાનમાં રાખીને, એક દૂધ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં તેની ક્ષમતા 50 હજાર લિટર પ્રતિ દિવસ હતી. કર્ણાટક ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 1974માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું.


નામ નંદિની કેવી રીતે પડ્યું?
કર્ણાટક મિલ્ક ફેડરેશનની રચના પછી ડેરી ઉત્પાદનો ઝડપથી વધવા લાગ્યા. કંપનીને બ્રાન્ડ નામની જરૂરિયાત અનુભવાવા લાગી. ઘણા સર્વે અને સંશોધન બાદ વર્ષ 1983માં નંદિની નામ નક્કી કરવામાં આવ્યું. ડેરી પ્રોડક્ટનું નામ પવિત્ર ગાયના નામ પરથી નંદિની રાખવામાં આવ્યું હતું. નંદિની બ્રાન્ડ કર્ણાટકની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ. તેની પકડ 22,000 ગામો સુધી પહોંચી. નંદિની સાથે 24 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકો જોડાયેલા છે. કંપની દરરોજ 84 લાખ લિટર દૂધ ખરીદે છે. હાલમાં, કંપની પાસે 65 થી વધુ ઉત્પાદનો છે, જે બજારમાં પ્રભુત્વ ધરાવે છે.


વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MDનો મોટો ખુલાસો, જાણી લો શું આવી પહેલી પ્રતિક્રિયા


અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, કેમ મળે છે સસ્તું?


Covid: બાળકની આંખો લાલ થવા લાગે તો તરત જ કરાવો ટેસ્ટ, કોવિડના આ છે નવા લક્ષણો 


અમૂલ અને નંદિનીની તુલના કરવામાં આવે તો....
અમૂલની (Amul)સ્થાપના 1946 તો નંદિનીની સ્થાપના 1974માં થઈ હતી. અમૂલની કંપનીનું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે તો નંદિનીનીની કંપનીનું નામ કર્ણાટક મિલ્ક ફેડરેશન છે. અમૂલની પહોંચ 28 રાજ્યોમાં તો નંદિનીની પહોંચ 7 રાજ્યો સુધી છે. અમૂલનું ટર્નઓવર     રૂ. 61000 કરોડ તો નંદિનીનું ટર્નઓવર રૂ. 19000 કરોડ રૂપિયા છે. અમૂલ સાથે 36.4 લાખ પશુપાલકો તો નંદિની સાથે 24 લાખ પશુપાલકો જોડાયેલા છે. અમૂલનો દૈનિક દૂધ સંગ્રહ 2.63 કરોડ લિટર તો નંદિનીનો 84 લાખ લિટર છે. અમૂલની દૈનિક દૂધ પ્રક્રિયા 52 લાખ લિટર છે તો નંદિનીની 10 લાખ લિટર છે. અમૂલના દૂધની કિંમત રૂ. 54 પ્રતિ લિટર છે તો નંદિનીની રૂ. 39 પ્રતિ લિટર છે. 


નંદિનીની પ્રોડક્ટ સસ્તી છે 
નંદિનીની પ્રોડક્ટ સસ્તી છે, તેની પાછળનું મોટું કારણ સબસિડી છે. વાસ્તવમાં કર્ણાટક સરકાર આના પર સબસિડી આપે છે, જેના કારણે નંદિનીના ઉત્પાદનો સસ્તા છે. વર્ષ 2008માં યેદિયુરપ્પા સરકાર એક લિટર દૂધ પર 2 રૂપિયાની સબસિડી આપતી હતી. આ પછી જ્યારે સિદ્ધારમૈયાની સરકાર આવી તો તેમણે સબસિડી બમણી કરીને રૂ.4 કરી દીધી. ફરી વર્ષ 2013માં જ્યારે યેદિયુરપ્પાની સરકાર આવી ત્યારે સબસિડી વધારીને રૂ.6 કરવામાં આવી હતી. વધુ સબસિડી મળવાને કારણે તેના ઉત્પાદનો સસ્તા છે. તમને જણાવી દઈએ કે નંદિની બેંગ્લોરના 70 ટકા મિલ્ક માર્કેટ પર કબજો ધરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube