નવી દિલ્હી: ભારતીય વાયુસોનાના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળી આવ્યાં બાદ સર્ચ ઓપરેશન ઝડપી બન્યું છે. 3 જૂનના રોજ ગુમ થયેલા રશિયન બનાવટના IAF એએન-32 વિમાનનો કાટમાળ મંગળવારે અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોવાળા પર્વતીય વિસ્તાર લીપોમાં જોવા મળ્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા તેની એક તસવીર પણ જારી કરાઈ જેમાં બળેલા ઝાડોની વચ્ચે AN-32 વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. તસવીર જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિમાન પહાડને પાર કરવાની તૈયારીમાં જ હતું પરંતુ ખુબ વાદળો હોવાના કારણે તે પહાડ જોઈ શક્યું નહીં અને વિમાન ક્રેશ થઈ ગયું. 


વાયુસેનાના અધિકારીઓના જણાવ્યાં મુજબ વિમાનમાં સવાર લોકો અંગે જાણકારી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. Mi-17s અને ALH વિમાન દ્વારા 15 પર્વતારોહકોને તમામ ઉપકરણો સાથે ઘટનાસ્થળે મોકલાયા છે. જેમાં 9 ભારતીય વાયુસેનાની પર્વતારોહણની ટીમ, 4 આર્મી અને 2 સિવિલિયન (નાગરિકો) સામેલ છે. કેટલાક દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કેટલાક ટ્રેકિંગ કરી રહ્યાં છે. આ ટુકડી અકસ્માતમાં મુસાફરોના જીવિત બચવાની શક્યતાને ચકાસવા માટે ગઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...