નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશની ખીણમાં 3 જુને દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેના એક્રાફ્ટમાં શીહદ થયેલા વાયુસેનાનાં શબોને લાવવા માટેનું કામ શનિવારે આખો દિવસ નહોતુ આવ્યું. વાયુસેનાની સ્પેશ્યલ ફોર્સિઝ કમાન્ડો અને નાગરિક પર્વતારોહકની ટીમનાં 17 સભ્યો આખો દિવસ દુર્ઘટના સ્થળ પર રહ્યા પરંતુ આખો દિવસ ભારે વરસાદ અને વાદળોનાં કારણે કોઇ હેલિકોપ્ટર દુર્ઘટનાસ્થળ સુધી પહોંચી શક્યું નહોતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદીઓનું ફંડિગ અટકાવવા ગૃહમંત્રાલયે બનાવ્યું ટેરર મોનિટરિંગ ગ્રુપ
અરૂણાચલપ્રદેશની ખીણમાં વર્ષનાં આ સમયે ખુબ જ નીચે અને ઘેરા વાદળો હોય છે. આ કારણે કે ખીણમાં હેલિકોપ્ટરને લઇ જવા અને બહાર કાઢવાનું ખુબ જ ખતરનાક થઇ જાય છે અને ખુબ જ કુશલ પાયલોટ પણ હવામાન સાફ થાય તેની રાહ જોવા ઉપરાંત કંઇ જ નથી કરી શકતા. અહીં એરક્રાફ્ટનો કાટમાળ 12 હજાર ફુટ ઉંચા પહાડની ઢાળ પર વિખરાયેલો પડ્યો છે. અહીંથી શબોને લાવવા માટેનું બચાવ કર્મચારીઓને લાવવા લઇ જવા માટે માત્ર એક જ પદ્ધતી છે અને તેઓ હેલિકોપ્ટરથી દોરડુ લટકાવીને કાર્યવાહી કરવી. 


મમતા બેનર્જીને રાજ્યપાલની સલાહ, ડોક્ટર્સની સુરક્ષા માટે ઉઠાવો તત્કાલ પગલા
અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
બીજી તરફ વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શનિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં હાલમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયેલા એએન-32 વિમાન દુર્ઘટના કારણોની માહિતી તે સુનિશ્ચિત કરશે કે એવા દુર્ઘટના ફરીથી ન થાય. ડુડીગલમાં વાયુસેના એકેડેમીમાં સંયુક્ત સ્નાતક પરેડ ઉપરાંત પત્રકારોને જણાવ્યું કે, અમે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મળી ગયું છે. અમે તે વાતની વિસ્તૃત તપાસ કરીશું કે શું થયું અને તે સુનિશ્ચિત કરીશું કે એવું ફરી એકવાર ન થાય.