ઝી ન્યુઝ, અમદાવાદ: રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરા યાત્રાળુઓને લઇને મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના મોત થયા છે તો 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. યાત્રાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને એક બેકાબૂ ટ્રકે ટક્કર મારી છે. દુર્ધટનામાં 7 રામદેવરા યાત્રાળુઓના મોત થયાની સૂચના મળી રહી છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર હાહાકાર તેમજ કોહરામ મચી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લગભગ 25 મહિલા અને પુરૂષના ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના પાલી જિલ્લાના સુમેરપુર પાલીસ સ્ટેશન વચ્ચે નેશનલ હાઈવે પર બની છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. કેટલાક ઘાયલોને સુમેરપુરની હોસ્પિટલમાં તો કેટલાકને શિવ ગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના અંબાજીથી યાત્રાળુઓ ટ્રેક્ટર ટ્રોલી લઇને રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા કે પાલી જિલ્લાના સુમેરપુર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે.


દિલ્હીના દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયા આરોપી નંબર-1, CBI એ નોંધી FIR


રામદેવરા યાત્રાળુઓને દુર્ઘટનાથી બચાવવા માટે પાલી જિલ્લા કલેક્ટર મિત મહેતા તેમજ પાલી જિલ્લા પોલીસ અધિકારી ડોક્ટર ગગનદીપ સિંગલાએ દુર્ઘટનાઓ પર લગામ લગાવવા માટે માર્ગો પર દોડતા વાહનોની ગતિ નક્કી કરી હતી. જોકે, કદાચ આ વિસ્તારમાં વાહનોની સ્પીડને અનુસરવા અને તપાસવા માટે કોઈ જવાબદાર નહોતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી. જો દરેક જિલ્લા કલેક્ટર નમિત મહેતા અને પાલી જિલ્લા પોલીસ અધિક્ષ ડો. ની સૂચનાનું પાલન કર્યું હોય તો તેને અટકાવી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube