જમ્મુ અને કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ચિનાબ નદીમાં પડ્યું, 3 લોકો હતા સવાર
ALH Dhruv Helicopter crashed: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના મારવાહમાં સેનાનું એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. પ્રાથમિક જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં સેનાના 3 જવાન સવાર હતા. આ અકસ્માત થયો તે વિસ્તાર ગાઢ જંગલોવાળો છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના મારવાહમાં સેનાનું એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. પ્રાથમિક જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં સેનાના 3 જવાન સવાર હતા. આ અકસ્માત થયો તે વિસ્તાર ગાઢ જંગલોવાળો છે. સેના તરફથી મળેલી જાણકારી મુજબ અકસ્માતમાં પાઈલટ સુરક્ષિત છે જો કે ઈજા થઈ છે. હેલિકોપ્ટર ક્રેશ થઈને ચિનાબ નદીમાં ખાબક્યું.
અકસ્માત બાદ ઘટનાસ્થળની તસવીર પણ સામે આવી છે. જેમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ સેના તરફથી તત્કાળ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. અકસ્માત કેવી રીતે થયો એ તમામ બાબતે સેના તરફથી કોઈ પણ અધિકૃત નિવેદન આવ્યું નથી.