નવી દિલ્હી: ઝારખંડ (Jharkhand)ના જમશેદપુર અને કર્ણાટક (Karnataka)ના હમ્પીમાં શુક્રવારે સવારે ભૂકંપ (Earthquake)ના સામાન્ય આંચકા અનુભવાયા હતા. કર્ણાટકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 તો ઝારખંડમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.7 હતી. ઝારખંડમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમશેદપુર હતું. ભૂકંપ બાદ ડર જોવા મળ્યો હતો. લોકોના ડરના લીધે ઘરની બહાર નિકળી ગયા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમશેદપુરમાં સવારે 6:55 મિનિટે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી કોઇપણ પ્રકારની અપ્રિય ઘટનાની સૂચના મળી નથી. તેને સંયોગ કહો, અથવા કંઇ બીજું, ઠીક તે સમયે (સવારે 6:55 વાગે) કર્ણાટકના હમ્પીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  


બે દિવસ પહેલાં જ બુધવારે દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ નોઇડા હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 3.2 માપવામાં આવી હતી. દિલ્હીમાં તો ગત દોઢ મહિનામાં 11 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube