તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા, મૃતદેહ ભારત લવાશે
ભૂકંપ બાદ તુર્કેઈ અને સીરિયામાં માત્ર વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. આ બંને દેશોમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ ભૂકંપના કારણે એક ભારતીયનું પણ મોત નીપજ્યું છે.
તુર્કીઃ તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા. જે દરમિયાન ભૂકંપ આવતાં હોટલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેઓની લાશ મળી છે.
મૃતદેહને ભારત લાવવાની તૈયારી
દૂતાવાસે વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જાણકારી આપી છે કે અમે જલદી તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરી રહ્યું છે.
ભારતીય દૂતાવાસ અંકારાએ Tweet કરીને જણાવ્યું છે કે અમે દુખ સાથે સૂચિત કરી રહ્યાં છીએ કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ એક ભારતીય નાગરિક વિજયકુમારની લાશ મળી છે. માલટ્યાની એક હોટલના કાટમાળ નીચેથી મળેલી લાશોમાં એમની ઓળખ થઈ છે. તેઓ એક બિઝનેસ મીટિંગ માટે તુર્કી આવ્યા હતા. આ સિવાય બીજા એક Tweetમાં દૂતાવાસે લખ્યું છે કે, વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદનાઓ છે. અમે એમના પાર્થીવ દેહને જલદીથી એમના પરિવારજનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube