નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સંસદના શિયાળુ સત્રને લઇને આજે સવારે 9:30 વાગે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાર્ટીની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના આવાસ 10 જનપથ પર આયોજિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જાણકારી આપી છે.


મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સીડબલ્યૂ મીટિંગમાં સંસદના શિયાળુ સત્રમાં એનડીએ સરકારને ઘેરવાને લઇને રણનિતી નક્કી કરવામાં આવશે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ચાલી રહેલા ગતિરોધ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube