નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાને આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. આ મહત્વપૂર્ણ અને ગૌરવશાળી સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ આનંદ મહિન્દ્રા પોતાની જાતને તેના માટે અયોગ્ય માની રહ્યા છે. તેમણે એક ટ્વીટમાં આ વાત કહી છે અને આ ટ્વીટમાં એ પણ જણાવ્યું છે કે તે આવું કેમ માને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદ મહિન્દ્રાએ ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, "આ સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની પ્રકૃતિને લઈને લાંબા સમયથી પડતર પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. પાયાના સ્તરે હવે એવા વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જેમણે સમાજ સુધારામાં પોતાનું યોગદાન આપ્યું છે. હું ખરેખર તેમની હરોળમાં જોડાવા માટે યોગ્ય ન હતો.' આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટમાં પદ્મ પુરસ્કાર મેળવતા તુલસી ગૌડાની એક તસવીર પણ શેર કરી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કર્ણાટકના પર્યાવરણવિદ તુલસી ગૌડાને તેમના સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એનાયત કર્યા છે. તેમણે 30,000થી વધુ રોપાઓ વાવ્યા છે અને છેલ્લાં છ દાયકાઓથી તેઓ પર્યાવરણીય સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સામેલ છે. 


ગજબની કિસ્મત! કોરોના વેક્સિન લગાવ્યા પછી એક મહિલા બની ગઈ કરોડોની માલિક, જાણો કેવી રીતે..


સામાન્ય લોકોનું ખાસ કામ
મેંગ્લોરના નારંગી વિક્રેતા હરેકલા હજબા જેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.  તેમણે સંતરા વેચીને એકઠા કરેલા પૈસાથી તેમના ગામમાં એક શાળા ખોલી. શાળા 'હજબા આવારા શૈલ' એટલે કે હજબાની શાળાના નામથી ઓળખવામાં આવે છે. સાયકલ મિકેનિક મોહમ્મદ શરીફને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. શરીફે સંપૂર્ણ સન્માન સાથે લાવારીસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા. ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે ન્યાયની લડત માટે જાણીતા ભોપાલના અબ્દુલ જબ્બાર ખાન (મરણોત્તર) તેમને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર! વધી શકે છે તમારી કમાણી, જાણો શું છે પ્લાન?


આ વર્ષે કેટલા પદ્મ પુરસ્કાર
વર્ષ 2020 અને 2021 માટે બે પદ્મ પુરસ્કાર સમારોહનું આયોજન સવારે અને સાંજે કરવામાં આવ્યું છે. આપવામાં આવેલા પુરસ્કારમાં સાત પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 122 પદ્મ શ્રી પુરસ્કાર વર્ષ 2020 અને 2021 માટે આપવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવેછે. જેમાં પદ્મ વિભૂષણ,પદ્મ ભૂષણ અને પદ્મક્ષી. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી આપવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube