UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાવ્યો નવો રેકોર્ડ! રાજ્યપાલોની યાદીમાં `ગાયબ` હતું નામ
બધાની નજર ઉત્તર પ્રદેશ પર હતી. યુપીમાં ભાજપની અંદર જે ખેંચતાણ ચાલતી હતી તેને જોતા બધા કાગડોળે તેના પર નજર રાખી બેઠા હતા. વાત જાણે એમ છે કે ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ પણ 29 જુલાઈએ પૂરો થઈ ગયો પરંતુ રાજ્યપાલોની જે યાદી આવી તેમાં તેમના વિશે ચૂપ્પી રાખવામાં આવી હતી. સસ્પેન્સ વધતા હવે સૂત્રોના હવાલે એવા સમાચાર આવી રહ્યા છે કે હજુ હમણા યુપી માટે નવા રાજયપાલની જાહેરાત થશે નહીં.
હાલમાં જ કેન્દ્ર સરકારે અનેક રાજ્યોમાં નવા ગવર્નર નિયુક્ત કર્યા છે. કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સફર કરીને અદલાબદલી કરાઈ છે. જેમાં ખાસ તો બધાની નજર ઉત્તર પ્રદેશ પર હતી. યુપીમાં ભાજપની અંદર જે ખેંચતાણ ચાલતી હતી તેને જોતા બધા કાગડોળે તેના પર નજર રાખી બેઠા હતા. વાત જાણે એમ છે કે ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ પણ 29 જુલાઈએ પૂરો થઈ ગયો પરંતુ રાજ્યપાલોની જે યાદી આવી તેમાં તેમના વિશે ચૂપ્પી રાખવામાં આવી હતી. સસ્પેન્સ વધતા હવે સૂત્રોના હવાલે એવા સમાચાર આવી રહ્યા છે કે હજુ હમણા યુપી માટે નવા રાજયપાલની જાહેરાત થશે નહીં. આનંદીબેન પટેલને આગામી આદેશ સુધી પદ પર રહેવા જણાવાયું છે. એવું કહેવાય છે કે આનંદીબેન પટેલને ત્રણ મહિનાનો સેવા વિસ્તાર (એક્સ્ટેન્શન) આપવામાં આવી શકે છે.
આમ તો ઉત્તર પ્રદેશનો એવો ઈતિહાસ રહ્યો છે કે અહીં કોઈ પણ રાજ્યપાલને ફરીથી તક મળી નથી. આનંદીબેન પટેલને જો સેવા વિસ્તાર આપવામાં આવે તો તે યુપીના રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હશે. તેમને 29 જુલાઈ 2019ના રોજ યુપીના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા. આથી તેમનો કાર્યકાળ સોમવારે પૂરો થઈ ગયો હતો. પરંતુ રાજ્યપાલોની જે નવી યાદી આવી તેમાં યુપી વિશે મૌન જાળવવામાં આવ્યું હતું. આથી સસ્પેન્સ ઊભું થયું કે આનંદીબેન પટેલને શું બીજી તક મળશે કે પછી કોઈ નવું નામ સામે આવશે.
આનંદીબેન પટેલ પીએમ મોદીના સૌથી વિશ્વસનીય લોકોની યાદીમાં સામેલ છે. મોદી જ્યારે 2014માં પીએમ બન્યા તો ત્યારબાદ આનંદીબેન પટેલને જ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
પૂરો કર્યો કાર્યકાળ
સંયુક્ત પ્રાંતથી બનેલા ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 24 રાજ્યપાલ આવી ચૂક્યા છે. આનંદીબેન પટેલ 25માં રાજ્યપાલ છે. જેમાં કન્હૈયાલાલ માણિકલાલ મુનશી, વિશ્વનાથ દાસ, બીજી રેડ્ડી, ચંદ્રેશ્વર પ્રસાદ નારાયણ સિંહ, મોહમ્મદ ઉસ્માન આરિફ, ટીવી રાજેશ્વર, અને રામનાઈકે પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે.
9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ
ગત શનિવારે રાતે અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને એજીની નિમણૂંકની જાહેરાત થઈ.
હરિભાઈ કિસનરાવ બાગડે- રાજસ્થાનના રાજ્યપાલ
જિષ્ણુ દેવ વર્મા- તેલંગણા રાજ્યપાલ
ઓમ પ્રકાશ માથુર- સિક્કિમ રાજ્યપાલ
સંતોષકુમાર ગંગવાર- ઝારખંડના રાજ્યપાલ
રમન ડેકા- છત્તીસગઢના રાજ્યપાલ
સીએચ વિજયશંકર- મેઘાલય
સીપી રાધાકૃષ્ણન- ઝારખંડના રાજ્યપાલ
ગુલાબચંદ કટારિયા- પંજાબના રાજ્યપાલ અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર
લક્ષ્મણ પ્રસાદ આચાર્ય- સિક્કિમથી અસમના રાજ્યપાલ નિયુક્ત, મણિપુરનો વધારાનો હવાલો
કે કૈલાશનાથન- પુડુચેરીના ઉપરાજ્યપાલ