Anant Ambani Watch Viral on Social Media: અનંત અંબાણીએ ( Anant Ambani ) પ્રી-વેડિંગ ફંક્શનમાં રૂ. 14 કરોડની audemars pigot royal oak ઘડિયાળ પહેરી હતી. આ જોઈને માર્ક ઝકરબર્ગ ( Mark Zuckerberg ) અને તેની પત્ની દંગ રહી ગયા હતા. પત્નીએ તો ડિમાન્ડ કરી દીધી હતી કે મારે પણ જોઈએ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે દુનિયાભરની સેલિબ્રિટીઓ પહોંચી હતી. મેટા (ફેસબુક)ના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાને આ ઈવેન્ટમાં ઘણો સમય વિતાવ્યો હતો.


ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન ઘડિયાળ જોતા રહ્યાં-
જામનગરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીના હાથમાં પહેરેલી ઘડિયાળની વિગતો પૂછી રહ્યાં છે. ઝકરબર્ગની સાથે તેમની પત્ની પ્રિસિલા ચાન પણ અનંત અંબાણીની ઘડિયાળને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે.


NMACCના ઇવેન્ટમાં પહેરી હતી મોંઘી ઘડિયાળ-
અનંત અંબાણીએ તેમના લગ્ન પ્રસંગે ખૂબ જ મોંઘી audemars pigot royal oak  ઘડિયાળ પહેરી હતી. જાણકારી અનુસાર તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. અનંતને મોંઘી ઘડિયાળોનો શોખ છે, અગાઉ તેણે મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં 18 કરોડ રૂપિયાની Patek Philippe કાંડા ઘડિયાળ પહેરી હતી. ખાસ ઓર્ડરની કાંડા ઘડિયાળને બનાવવામાં લગભગ 100,000 કલાકનો સમય લાગ્યો હતો.


 



 


બોલિવૂડના ટોચના સ્ટાર જામનગર પહોંચ્યા-
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ માટે દુનિયાભરની હસ્તીઓ અહીં પહોંચી છે. બિલ ગેટ્સ, પોપ સ્ટાર રિહાના સહિત એક ડઝનથી વધુ સેલેબ્સ અહીં પહોંચ્યા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર જેવા બોલિવૂડના તમામ ટોપ સ્ટાર્સ સામેલ છે.


રમતગમતની ટોચની હસ્તીઓએ હાજરી પૂરાવી-
અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં ક્રિકેટ સ્ટાર્સનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર સહિત અનેક સ્ટાર ખેલાડીઓ જામનગર પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત ઘણા મંત્રીઓ અહીં પહોંચ્યા હતા.