Anant Ambani Wedding Cost: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના આ વર્ષે જુલાઇમાં રાધિકાના લગ્ન થવાના છે. આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નમાંથી એક હોવાના છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લગ્ન લંડનમાં અંબાણી પરિવારની આલીશાન સ્ટોક પાર્કમાં થશે. અંબાણી પરિવારે માર્ચમાં જ લગ્નના જશ્નની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી ત્રણ દિવસ સુધી ચાલનાર પ્રી-વેડિંગ સેરેમનીમાં ખૂબ ચમક-દમક જોવા મળી હતી. પરંતુ તમને ખબર છે કે આ પ્રી વેડિંગ સેરેમનીમાં કેટલો ખર્ચ થયો હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં બનશે શુભ રાજયોગ, 5 રાશિઓને પડી જશે મૌજ
Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો


રિહાનાએ લીધા 6 મિલિયન ડોલર
આ પ્રી વેડિંગ સેરેમનીમાં ઘણા ફેમસ લોકો આવ્યા હતા. તેમાં દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓના માલિક, બોલીવુડ કલાકાર, મોટા નેતા અને ફેમસ સિંગર પણ સામેલ થયા હતા. તેમાં સૌથી ચર્ચિત રિહાના રહી, ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર તેણે ફક્ત 2 કલાકના પરફોર્મન્સ માટે 6 મિલિયન ડોલર (50 કરોડ રૂપિયાથી વધુ) લીધા હતા. 


સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી


કેટલો થયો હશે ખર્ચ
રિપોર્ટ અનુસાર લગ્ન પહેલાં થનાર આ કાર્યક્રમોમાં કુલ 1260 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. તમને જણાવી દઇએ કે ફક્ત ખાવા-પીવાનો ખર્ચ 200 કરોડ રૂપિયા થયો હતો. હજારો કરોડનો ખર્ચ અંબાણી ફેમિલીના ગ્રાંડ વેલકમને બતાવે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ 116 બિલિયન ડોલરથી વધુ છે.  


નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ


પ્રી વેડિંગમાં આટલો ખર્ચ તો લગ્નમાં કેટલો? 
પ્રી વેડિંગ ફંક્શન બાદ લગ્નને લઇને લોકોની આશાઓ વધી રહી છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે લગ્નમાં 1200થી 1500 કરોડ રૂપિયા સુધી ખર્ચ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર લગ્નનું મેન ફંક્શન લંડનમાં થશે. તો બીજી તરફ સંગીત/કોકટેલ પાર્ટી અબુધાબીમાં થશે. આ દરેક વસ્તુ શાનદાર થશે પહેલાં ક્યારેય આવા લગ્ન જોયા નહી હોય.


Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
Fact Check: Ms Dhoni પર્સ ઘરે ભૂલ્યા ગયા બાદ માંગ્યા હતા ₹600, સાચી કે ખોટી વાત?


આ આર્ટિસ્ટે કરી ફૂલોની સજાવટ
પ્રી વેડિંગ્ની સજાવટ એટલી શાનદાર હતી કે તેને જોઇને લોકો દંગ રહી ગયા હતા. આ સજાવટ જાણિતા ફૂલ કલાકાર જેફ લીથમે કરી હતી. જે કાર્દશિયન ફેમિલી માટે કામ કરે છે. કહેવામાં આવે છે કે લગ્નની સજાવટ પણ આટલી જ શાનદાર રહેશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચેટના રોકા સેરેમની જાન્યુઆરી 2023 માં થઇ હતી. 


ગરમીમાં ખાવાની આ 5 વસ્તુઓથી રહો દૂર, નહીંતર ડોક્ટર પાસે દોડવું પડશે
જોજો.. કાકડીની છાલ ડસ્ટબીનમાં ફેંકતા નહી, ગરમી હજાર સમસ્યાઓનું છે સમાધાન