જ્યાં કોઈ જવાની હિંમત નથી કરતું, ત્યાંથી કેવી રીતે લવાશે અમેરિકન મુસાફરની ડેડબોડી
આંદામાન પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન નાગરિકના મૃતદેહની તપાસને લઈને રણનીતિ બનાવવા માટે વિજ્ઞાનીઓ અને એક્સપર્ટસની મદદ લેવામાં આવી રહી છે. કેમ કે, મોટો સવાલ એ છે કે, તે ખાસ વિસ્તારમાં કેવી રીતે જવું, જ્યાં કોઈ જઈ શક્તુ નથી અને ચારે તરફથી ખતરો મંડરાયેલો છે.
નવી દિલ્હી : આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં સેન્ટેલનીજ આદિવાસીઓ પર કથિત રૂપે એક અમેરિકન નાગરિકની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન મુસાફર જ્હોન એલેન ચાઉ (ઉમર 27 વર્ષ)ની તીર મારીને એ સમયે હત્યા કરાઈ હતી, જ્યારે તે 16 નવેમ્બરના રોજ સેન્ટેનલીઝ આદિવાસી સમૂહના વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દિવસ પસાર થયા બાદ તે જ્યારે પરત ફર્યો નહિ, ત્યારે તેના મિત્રએ તેનો મિસિંગ રિપોર્ટ લખાવ્યો હતો. ચાઉને એ વિસ્તારમાં પહોંચાડનારા 7 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની ડેડબોડી ત્યાંથી કેવી રીતે પરત લાવવી તે મોટી ચેલેન્જ છે.
આંદામાન પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન નાગરિકના મૃતદેહની તપાસને લઈને રણનીતિ બનાવવા માટે વિજ્ઞાનીઓ અને એક્સપર્ટસની મદદ લેવામાં આવી રહી છે. કેમ કે, મોટો સવાલ એ છે કે, તે ખાસ વિસ્તારમાં કેવી રીતે જવું, જ્યાં કોઈ જઈ શક્તુ નથી અને ચારે તરફથી ખતરો મંડરાયેલો છે. આ સંબંધે એન્થ્રોપોલોજિસ્ટ ટી.એન પંડિતે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, નારિયેળ, લોખંડના ટુકડા તેમજ અનેક સાવધાનીઓ દ્વારા નોર્થ સેન્ટીનલ આઈલેન્ડના એ વિસ્તારમાં જઈને અમેરિકન મુસાફરની ડેડબોડીને શોધી શકાય છે.
ટીએન પંડિત
ટીએન પંડિત, આંદામાન અને નિકોબારના ટાપુ સમૂહમાં આવેલ નોર્થ સેન્ટીલન આઈલેન્ડમાં પહોંચનારા અને આ આદિવાસી સમૂહ સાથે સંપર્ક કરનારા પહેલા વિજ્ઞાની છે. 1966-91 દરમિયાન ભારતના એન્થ્રોપોલિજકલ સરવે અંતર્ગત તેમણે ત્યાંની અનેક મુસાફરી કરી છે. આ દરમિયાન તેમણે સેન્ટેલીઝ ગ્રૂપમાં સંપર્ક કર્યો હતો અને બદલામાં તે લોકો ટીએન પંડિત પર ભરોસો કરવા લાગ્યા હતા.
અમેરિકન મુસાફરની ડેડબોડી એ આઈલેન્ડ પરથી લાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, જો બપોરે અને સાંજે ત્યાં નાનુ ગ્રૂપ બનાવીને જઈ શકાય છે, જ્યારે સમુદ્ર તટની પાસે આદિવાસી નથી હોતા અને જો સાથે ગિફ્ટ તરીકે નારિયેળ અને લોખંડના ટુકડા સાથે તીરના રેન્જની બહાર નાવડીને રોકી દેવામા આવે તો શક્યતા છે કે તેઓ ત્યાંથી ડેડબોડી લઈ જવાની પરમિશન આપી શકે. આ કામમાં સ્થાનિક માછીમારોની મદદ પણ લઈ શકાય છે. તેમણે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, તેઓ 1991માં સેન્ટનલીઝના લોકોનો ભરોસો જીતવામાં સફળ રહ્યાં હતા અને તેઓ નારિયેળ ગિફ્ટ તરીકે સ્વીકારવા લાગ્યા હતા. લોખંડના ટુકડા લઈ જવાના મુદ્દે તેમણે કહ્યુ કે, હકીકતમાં તેઓ તેનાથી તીરનો આગળનો ભાગ બનાવી શકે છે. આથી લોખંડ તેમના માટે બહુ જ ઉપયોગી છે.
સેન્ટેનલીઝ આદિવાસી
2004ના ભયંકર સુનામીમાં આંદામાન-નિકોબાર ટાપુ સમૂહનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો હતો. આ સુનામીમાં હજારો જીવ ગયા હતા. પરંતુ અહીંના નોર્થ સેંટીનલ આઈલેન્ડ પર રહેતા આદિવાસી બહારની દુનિયાની મદદ વગર જીવીત બચી ગયા હતા. તે બહુ જ મોટી વાત હતી કે, સેન્ટીનલ આઈલેન્ડની આ સંરક્ષિત આદિવાસી સમુહનો બહારની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી.
વર્ષ 2004માં વસ્તી ગણતરી અનુસાર, અધિકારીઓને ત્યાં માત્ર 15 પુરુષો અને ત્રણ મહિલાઓની જ માહિતી મળી હતી. જોકે, એક્સપર્ટસની માહિતી મુજબ, ત્યાં તેમની સંખ્યા 40થી 400ની વચ્ચે હોઈ શકે છે. સેન્ટીનલ લોકો પ્રી-નિયોલિથિક આદિવાસી ગ્રૂપના છે. તે બંગાળની ખાડીમાં સ્થિત નોર્થ સેન્ટીનલ આઈલેન્ડમાં રહે છે. આ આદિજાતિ ગ્રૂપ સેન્ટનલીઝ ભાષા બોલે છે. આ ભાષા વિશે બહારની દુનિયાને કોઈ માહિતી નથી. કેમ કે, બહાર આવી ભાષા બોલનારી કોઈ વ્યક્તિ નથી.